Film Reivew : ‘નૂર’

નિર્માતા-નિર્દેશક જી.પી. સિપ્પી અને મોહિની સિપ્પીના પૌત્ર અને નિર્દેશક રમેશ સિપ્પીના ભત્રીજા સુનીલ સિપ્પીની બીજી ફિલ્મ ‘નૂર’ છે. સુનીલે વર્ષ ૨૦૦૦માં ‘‌સ્નિપ’ નામની એક ફિલ્મ બનાવી હતી, જે ઘણાબધા ફિલ્મ સમારંભમાં વખણાઈ હતી. ફિલ્મ ‘નૂર’ પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિયાઝના પુસ્તક ‘કરાચી યુઅાર કિલિંગ મી’ પર અાધારિત છે. અા પહેલાં પણ સોનાક્ષી સિંહાઅે ૨૦૧૩માં અાવેલી ફિલ્મ ‘લૂંટેરા’માં અભિનય કર્યો હતો, જે લેખક અો હેનરીની સ્ટોરી ‘ધ લાસ્ટ લીફ’ પર અાધારિત હતી. સ્ટેન્ડઅપ કોમે‌િડયન કાનન ગિલ અા ફિલ્મથી અભિનય સફર શરૂ કરી રહ્યા છે. મુંબઈમાં રહેનારી નૂર રોય ચૌધરી (સોનાક્ષી સિંહા) વ્યવસાયે એક પત્રકાર છે, તેનો કડક બોસ પોતાના ન્યૂઝપેપરમાં લગભગ દરેક સમાચાર માટે નૂરને જ પ્રેસ કોન્ફરન્સમાં મોકલે છે. કોઈ પણ પ્રકારના સમાચાર હોય, ભલે તે ફેશન શો હોય, ગેંગ વોર હોય કે ફિલ્મી હીરો-હીરોઈનના ઇન્ટરવ્યૂ હોય. બોસને નૂર સિવાય બીજું કોઈ દેખાતું નથી.

નૂરનો જન્મદિવસ હોય કે કોઈ વિશેષ દિવસ નૂરને ક્યારેય રજા મળતી નથી. ૨૦ વર્ષની નૂરની જિંદગી અત્યંત ઉદાસ છે. પોતાના વધુ વજનથી પરેશાન નૂર તેના મિત્રોની જેમ ખુશ રહેવા ઇચ્છે છે. તે ઇચ્છે છે કે તેનો એક સારો બોયફ્રેન્ડ હોય, જે તેને ખૂબ જ પ્રેમ કરે, પરંતુ ખુદમાં ઉલજેલી નૂર ચાલે છે અોછું, પડે છે વધારે. અા કારણે તે ખુદને પત્રકાર અોછી, જોકર વધુ કહે છે, કેમ કે તેની દરેક હરકત જોઈને લોકો તેના પર હસે છે.

સાદ સાયગલ (કાનન ગિલ) અને જારા પટેલ (શિવાની ડાંડેકર) નૂરના સારા મિત્રો છે. અયાન બેનરજી (પૂરબ કોહલી) એક ફોટો જર્નાલિસ્ટ છે. અયાન સ્વભાવથી મજાકિયો અને જોવામાં ખૂબ જ અાકર્ષક છે. તેણે ઘણાબધા દેશમાં રહીને કામ કર્યું છે અને નૂરને તેની સાથે પ્રેમ થઈ જાય છે. તે નૂર સાથે ઘર વસાવવાનાં સ્વપ્ન જોવા લાગે છે. નૂર જ્યારે પોતાની જિંદગીમાં ઉલજેલી છે ત્યારે તેના હાથમાં એક એવી કહાણી અાવે છે, જે તેની જિંદગીમાં એક જબરદસ્ત વળાંક લાવે છે. •
http://sambhaavnews.com/

You might also like