Film Preview: સની લિયોનની ફિલ્મ ‘તેરા ઇંતેઝાર.. ‘

રાજીવ વાલિયાની નિર્દેશક તરીકેની અા પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં અરબાઝ ખાન, સની લિયોન, ગોહર ખાન, અાર્ય બબ્બર, સલીલ અંકોલા અને સુધા ચંદ્રન જેવા કલાકારો છે. અા ફિલ્મની કહાણી રોનક (સની લિયોન) અને વીર (અરબાઝ ખાન)ના પ્રેમની અાસપાસ ફરે છે. વીર એક પેઇન્ટર છે. તે પોતાના સ્વપ્નમાં અાવનારી એક મહિલાની હંમેશાં તસવીર બનાવતો રહે છે.

એક વખત રોનકની મુલાકાત વીર સાથે થાય છે અને તેની પાસે રોનક પોતાની તસવીર જોઈને ચોંકી જાય છે. તે વીરને પૂછે છે કે અાજ પહેલાં તેઅો ક્યારેય મળ્યાં નથી છતાં પણ કેવી રીતે તસવીર બનાવી. વીર રોનકને કહે છે કે હું તો બસ મારા સ્વપ્નમાં અાવતી મહિલાની તસવીર બનાવતો રહું છું.

ધીમે ધીમે વીર અને રોનકમાં મિત્રતા અને પછી પ્રેમ થઈ જાય છે ત્યારે જ તેમના પ્રેમને કોઈની નજર લાગે છે અને અચાનક વીર ક્યાંક ગાયબ થઈ જાય છે. વીર રોનકને મળતો પણ નથી અને ફોન પર પણ તેની સાથે વાત થઈ શકતી નથી. રોનક ખૂબ જ પરેશાન થઈ જાય છે. તે વીરને શોધવા માટે લોકોની મદદ માગે છે, પરંતુ તે નવી પરેશાનીઅોમાં ફસાય છે.

તે અે જાણવાની કોશિશ કરે છે કે તે વીર સાથે શું બન્યું છે, પરંતુ તેને માત્ર નિરાશા મળે છે. શું કોઈઅે વીરની હત્યા કરી. જિંદગીભર સાથ અાપવાનો વાયદો કરીને વીર અચાનક ક્યાં ગાયબ થયો. રોનક વિરુદ્ધની સાજિશમાં કોણ-કોણ સામેલ છે. શું રોનકને તેનો પ્રેમ પાછો મળે છે કે તે વીરનો ઇંતજાર કરતી રહી જાય છે. •

You might also like