Review: લવ ગેમ્સ

ટી સિરીઝ અને વિશેષ ફિલ્મની ફિલ્મ ‘લવ ગેમ્સ’માં અાજની યંગ જનરેશન પર ફોક્સ કરાયું છે. સેક્સ અને દારૂની લતે ચઢી ગયેલા યંગસ્ટર પોતાની જિંદગી કેવી રીતે જીવે છે તેના પર પ્રકાશ પાડવામાં અાવ્યો છે. ફિલ્મમાં ગૌરવ અરોરા, પત્રલેખા અને તારા બેરી જેવા નવા ચહેરાઅો જોવા મળશે. રોમાના રાયચંદ ‘પત્રલેખા’ને માત્ર કોકેન, સેક્સ અને કોઈકની લાઈફમાં ટેન્શન ઉમેરવામાં જ રસ છે. રોમાના સેમ (ગૌરવ અરોરા)ને પોતાની સાથે સામેલ કરે છે. અા કપલ પેજ થ્રી પાર્ટીમાં જઈને અન્ય કપલ્સને ફસાવવાનું કામ કરે છે. રોમાના હસબન્ડને જ્યારે સેમ વાઈફને પ્રેમજાળમાં ફસાવે છે. માત્ર વિકૃતિ અને પૈસા માટેની અા રમતમાં સેમ તારાના પ્રેમમાં પડે છે. રોમાનાને તે વસ્તુ સાથે વાંધો નથી, પરંતુ તેની શરત માત્ર અેટલી જ હોય છે કે પોતે જ્યારે બોલાવે ત્યારે સેમે હાજર થવાનું અને તે સોંપે તે કામ પૂરું કરવાનું. •

You might also like