FIIએ ડિસેમ્બરમાં પાંચ હજાર કરોડથી પણ વધુ પાછા ખેંચ્યા

અમદાવાદ: આગામી સપ્તાહે ૧૫ અને ૧૬ બે દિવસ યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. એક દાયકા બાદ વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કરી શકે તે પૂર્વે વિશ્વભરના શેરબજારોમાં અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળ્યો છે અને જેની અસરે ડિસેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારો પણ સતત વેચવાલ કરી રહ્યા છે.
એફઆઇઆઇએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ૫૧૦૦ કરોડથી પણ વધુનું વેચાણ કર્યું છે.

ડિસેમ્બર મહિનાના નવ ટ્રેડિંગ સેશનમાથી આઠ સેશનમાં એફઆઇઆઇએ વેચાણ કર્યું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એફઆઇઆઇનો એપ્રોચ ઇન્ડિયન માર્કેટ માટે નેગેટિવ છે અને જે રીતે ગઇ કાલે સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં ૨૫ હજારનું લેવલ તોડ્યું હતું તે જોતાં બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે, જેની અસર આગામી દિવસોમાં પણ જોવા મળે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે જો અમેરિકા વ્યાજદરમાં વધારો કરે તો નિફ્ટી એક તબક્કે ૭૨૦૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે.

ડિસેમ્બરમાં FIIની વેચવાલી
૧૦.૧૨.૨૦૧૫         – ૪૫૨.૧૦
૯.૧૨.૨૦૧૫           – ૪૪૨.૪૯
૮.૧૨.૨૦૧૫              – ૪૨.૧૨
૭-૧૨-૨૦૧૫        – ૧૮૦૩.૭૫
૪-૧૨-૨૦૧૫          – ૫૩૪.૬૪
૩-૧૨-૨૦૧૫             ૨૩૫.૧૭
૨-૧૨-૨૦૧૫         – ૧૪૫.૩૫
૧-૧૨-૨૦૧૫        – ૧૯૧૭.૫૮

વિદેશી રોકાણકારો કેમ સ્થાનિક બજારમાંથી મોં ફેરવી રહ્યા છે?
• કોંગ્રેસ તથા વિરોધ પક્ષોની ચાલ જોતાં જીએસટી પાસ થવાની સંભાવના ઘટી રહી છે.
• આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની પોલિસીમાં ૦.૨૫ ટકા સુધી વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
• સાતમા વેતન પંચની ભલામણો સ્વીકારવામાં આવે તો મોંઘવારીમાં વધારો થવાનો ભય એફઆઇઆઇને સતાવી રહ્યો છે.
• આરબીઆઈ બેઇઝ રેટની ગણતરી નવી ફોર્મ્યુલા લાવી શકે છે તેને કારણે પીએસયુ બેન્કોની બેલેન્સશીટ પ્રેશરમાં આવે.
• સરકારની આર્થિક સુધારા તરફી પ્રોસેસ ધીમી પડી રહી છે.

You might also like