એક દાયકામાં માર્ચ મહિનામાં FIIની ચોખ્ખી ખરીદી નોંધાઈ

અમદાવાદ: શેરબજારમાં છેલ્લાં બે સપ્તાહથી તોફાની વધ-ઘટ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં બજેટ બાદ સરકારે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાદવાના નિર્ણયની સાથેસાથે વૈશ્વિક બજારમાં પણ નોંધાયેલી ઘટાડાની ચાલના પગલે સ્થાનિક શેરબજાર પર અસર જોવા મળી હતી. ગઇ કાલે નિફ્ટી ૧૦,૫૦૦ની નજીક બંધ જોવાઇ છે.

માર્ચ મહિનામાં બજારમાં કેવી ચાલ જોવાશે તે અંગે રોકાણકારોમાં શંકા કુશંકા જોવા મળી રહી છે, જોકે પાછલા એક દાયકાનો ડેટા જોઇએ તો માર્ચ મહિનામાં એફઆઇઆઇની સ્થાનિક બજારમાં ચોખ્ખી ખરીદી નોંધાતી જોવા મળી છે.

માર્ચ-૨૦૧૭માં એફઆઇઆઇએ સ્થાનિક ઇક્વિટી બજારમાં ૩૩,૭૦૦ કરોડ, જ્યારે માર્ચ-૨૦૧૬માં ૨૩,૬૦૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. એટલું જ નહીં ૨૦૧૬ અને ૨૦૧૭ના માર્ચ મહિનામાં સેન્સેક્સમાં અનુક્રમે ૨,૩૩૯ પોઇન્ટ તથા ૮૭૭ પોઇન્ટનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જોકે રસપ્રદ બાબત એ છે કે માર્ચ-૨૦૧૫માં એફઆઇઆઇએ સ્થાનિક ઇક્વિટી બજારમાં ૮,૭૧૭ કરોડની ચોખ્ખી ખરીદી કરી હોવા છતાં માર્ચ-૨૦૧૫માં સેન્સેક્સમાં ૧,૪૦૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ જોતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર નોંધાઇ છે. પીએનબીના તાજેતરના બહાર આવેલા કૌભાંડના પગલે ઓવરઓલ સેન્ટિમેન્ટ પણ વીક છે. બજારમાં વેચવાલીનું જોર વધુ છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા વધુ છે તે જોતાં બજારમાં માર્ચમાં પણ સેન્ટિમેન્ટ સુધરે તેવી શક્યતા ખૂબ ઓછી છે.

સેન્સેક્સમાં વધ-ઘટ
માર્ચ-૨૦૧૭ + ૮૭૭.૦૦
માર્ચ-૨૦૧૬ + ૨,૩૩૯.૦૦
માર્ચ-૨૦૧૫ – ૧,૪૦૪.૦૦
માર્ચ-૨૦૧૪ + ૧,૨૬૬.૦૦
માર્ચ-૨૦૧૩ – ૨૬.૦૦
માર્ચ-૨૦૧૨ – ૩૪૮.૦૦
માર્ચ-૨૦૧૧ + ૧,૬૨૨.૦૦
માર્ચ-૨૦૧૦ + ૧,૦૯૮.૦૦
માર્ચ-૨૦૦૯ + ૮૧૭.૦૦
માર્ચ-૨૦૦૮ – ૧,૯૩૪.૦૦
(પોઈન્ટમાં વધ-ઘટ)

FIIની ચોખ્ખી ખરીદી
માર્ચ-૨૦૧૭ ૩૩,૭૮૧.૯૩
માર્ચ-૨૦૧૬ ૨૩,૬૨૦.૬૩
માર્ચ-૨૦૧૫ ૮,૭૧૭.૦૪
માર્ચ-૨૦૧૪ ૨૨,૩૫૧.૭૦
માર્ચ-૨૦૧૩ ૧૧,૬૬૦.૫૦
માર્ચ-૨૦૧૨ ૮,૮૩૨.૯૦
માર્ચ-૨૦૧૧ ૬,૯૬૬.૭૦
માર્ચ-૨૦૧૦ ૧૮,૮૩૩.૬૦
માર્ચ-૨૦૦૯ ૨૬૯.૦૦
માર્ચ-૨૦૦૮ ૧૨૪.૪૦
(આંકડા કરોડમાં)

You might also like