Categories: Business

FIIએ મોઢું ફેરવ્યુંઃ ઈક્વિટી બજારમાં વર્ષ ૨૦૧૬માં ૧૨ હજાર કરોડથી વધુની વેચવાલી

અમદાવાદ: શેરબજારમાં પાછલાં ચાર-છ સપ્તાહથી સતત અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે વિદેશી સંસ્થાગત રોકાણકાર ભારતીય ઇક્વિટી બજારમાંથી મોં ફેરવી રહ્યા છે તથા વેચવાલી કરી રહ્યા છે. સેબીના ડેટા મુજબ એફઆઇઆઇએ જાન્યુઆરી મહિનામાં ૧૧ હજાર કરોડથી વધુની ઇક્વિટી બજારમાં વેચવાલી કરી છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં પણ આ સિલસિલો જારી રહ્યો છે. એફઆઇઆઇએ અત્યાર સુધી ૧.૮ અબજ ડોલર એટલે કે રૂ. ૧૨,૭૭૫ કરોડ રૂપિયાની ઇક્વિટી બજારમાં વેચવાલી કરી છે. એફઆઇઆઇએ વર્ષ ૨૦૦૮ના આ જ સમયગાળામાં એક અંદાજ મુજબ ૧૧,૮૦૫ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. આમ, વર્ષ ૨૦૦૮ના વૈશ્વિક નાણાકીય સંકટ બાદ એફઆઇઆઇની સૌથી ઝડપી વેચવાલી જોવા મળી હતી.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતા તથા બજારમાં સુધારો થાય તેવાં સકારાત્મક કોઇ પરિબળ નહીં હોવાના કારણે એફઆઇઆઇ સ્થાનિક બજારમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યા છે, જે માર્ચ-૨૦૧૬ સુધી પણ જારી રહી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું જાન્યુઆરીથી માર્ચ મહિનાનું ચોથું ક્વાર્ટર પણ નબળું રહી શકે છે તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

શેરબજારમાં વધતા જતા જોખમના કારણે વિદેશી રોકાણકાર ઇમર્જિંગ શેરબજારમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યા છે. બ્લૂમબર્ગના ડેટા મુજબ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને તાઇવાન જેવા બજારમાં એફઆઇઆઇની વેચવાલી ૫૦ કરોડ ડોલરથી ઓછી રહી છે.

એફઆઈઆઈની સતત વેચવાલી
૦૨.૦૨.૧૬            – ૬૫.૯૭
૦૩.૦૨.૧૬           – ૩૧૭.૩૩
૦૪.૦૨.૧૬          – ૧૭૭.૫૮
૦૫.૦૨.૧૬          – ૪૬૭.૪૯
૦૮.૦૨.૧૬          – ૩૯.૦૭
(આંકડા કરોડમાં)

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

15 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

15 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

15 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

15 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

15 hours ago