વડોદરાઃ M.S યુનિવર્સિટીમાં ચૂંટણી પ્રચારને લઇ મારામારી, નેતાએ વિધાર્થીઓને માર્યો માર

વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે. વિધાર્થી સંઘની ચૂંટણીનાં પ્રચારને લઈને શનિવારે મોડી રાતે બોયઝ હોસ્ટેલમાં મારામારી થઈ હતી. આ દરમ્યાન એમ એમ હોલ ખાતે બાપુ લોબીએ મારામારી કરી હતી.

બાપુ લોબીએ પ્રચાર કરવા આવેલા વિધાર્થીઓને માર મારતા આ વિવાદ સર્જાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીનાં સત્તાધીશો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ત્યારે હવે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સીટીમાં વિધાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. એમ. એસ. યુનિવર્સીટીમાં ચૂંટણીની મત ગણતરી એક જ સ્થળે યોજવા માટેની માંગ સાથે NSUIનાં વિધાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

વિધાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રારે NSUIની માંગને લઈ ચૂંટણી કમિટી સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

મહત્વનું છે કે વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં વિધાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં હતાં. એમ. એસ યુનિવર્સીટીમાં ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે યોજવા માટેની માંગ સાથે NSUIનાં વિધાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો.

વિધાર્થીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસ પર ભેગાં થઈને વાઈસ ચાન્સેલર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં તેમજ યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે રાખવાની પણ માંગ કરી હતી.

You might also like