FIFA વર્લ્ડ કપ 2018ની દરેક મેચમાં પાકિસ્તાન રહેશે હાજર

FIFA રેન્કિંગમાં પાકિસ્તાનની ટીમ 201 ક્રમાંક પર છે. રશિયામાં આ વર્ષે FIFA વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું રમવાનું સ્વપ્ન હજી પુર્ણ થવામાં ઘણી વાર છે, પણ પાકિસ્તાન અને FIFA વર્લ્ડ કપ સાથે એક ખાસ રીતે જોડાયેલું છે. જો તમને એવું કહેવામાં આવે કે રશિયામાં ફિફા (FIFA) વર્લ્ડ કપના દરેક મેચમાં પાકિસ્તાનની હાજરી અતિશયોક્તિભરી છે.

વાસ્તવમાં, આ વખતે એડિડાસ ટેલસ્ટાર -18 બોલનો ઉપયોગ કરવામાં આવશે જે આ વર્ષે પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં સિયાલકોટ શહેરમાં સારી ગુણવત્તાવાળા ફૂટબોલ બનાવવા માટે ખુબ જાણીતું છે. સિયાલકોટમાં, પહેલાના વર્લ્ડ કપમાં ઉપયોગમાં લેવાતી બોલ પણ બનાવવામાં આવ્યા હતા.

24 લાખથી વધુ ટિકિટોનું થયું વેચાણ
ફિફા (FIFA) વિશ્વ કપની અત્યાર સુધી 24 લાખથી વધુ ટિકિટો વેચવામાં આવી છે અને આમાંથી 15 લાખથી વધુ ટિકિટ રશિયાની બહાર વેચાઈ છે. હોસ્ટ પછી સૌથી વધુ ટિકિટો યુ.એસ.થી વેચાઈ છે, જેની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકી નથી.

You might also like