FIFA વર્લ્ડ કપ 2018: રોનાલ્ડોએ મેસ્સીને આપી ચેલેંજ? Video થયો Viral

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફિફા (FIFA) વિશ્વ કપ -2018માં સુંદર શરૂઆત કરી છે. રોનાલ્ડોએ સ્પેનની સામે હેટ્રિક ફટકાર્યા બાદ, તેણે કહ્યું હતું કે, આ વખતે તે પોતાની ટીમને એક ટાઇટલ આપવાના ઇરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો છે. સ્પેનની સામેના વર્લ્ડકપ મેચની ચોથી મિનિટમાં, રોનાલ્ડોએ ગોલ કર્યો હતો અને પછી તેણે પોતાની દાઢી પર હાથ ફેરવ્યો. તેનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

પોર્ટુગલમાં વર્લ્ડકપની આ મેચમાં, રીઆલ મેડ્રિડના સ્ટાર ખેલાડીએ હેટ્રિકથી ફક્ત સ્પેન સામે પોતાની હારથી બચાવી તો ખરી પણ વર્લ્ડ કપની તેની પ્રથમ હેટ્રિક મારી હતી. રોનાલ્ડોએ એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે તે એકલા યુરોપમાં પોર્ટુગલને પોતાના જ જગતનો રાજા બનાવી શકે છે.

સ્પેન સામેની રમત દરમિયાન, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના દાઢી પર હાથ ફેરવતો વિડિઓ સોશ્યિલ સાઇટ્સ પર વાયરલ બની રહ્યો છે. હકીકતમાં, રોનાલ્ડો, જેણે પોર્ટુગલ માટે ચોથી મિનિટમાં ગોલ કર્યો હતો અને ઉજવણીની કરતી વખતે આ શૈલી અપનાવી હતી. લોકો કહે છે કે રોનાલ્ડોએ મેસ્સીને સીધી પડકાર આપી હતી.

ભૂતકાળમાં, મેસ્સીએ એક મેગેદેઝીનના કવર પર છપાયોલી એક ફોટાના કારણે ચર્ચામાં આવ્યો હતો. મેસ્સી તે ફોટોમાં એક બકરી સાથે ઊભો હતો અને લખ્યું હતું – “લિયો મેસ્સી GOAT(બકરી) છે.”

 

The Greatest of All Time graces our Sports issue cover! We caught up with the one and only @LeoMessi right in time for the #WorldCup! Get to know the soccer superhuman who holds the Guinness World Record for most goals scored in a season and has also led @fcbarcelona to 32 trophies! Head to papermag.com for more. #PAPERGetsMessi #GOAT🐐#linkinbio #heretocreate Photographer: @carlescarabi Writer: @gemma.soler /// ¡The Greatest of All Time honra nuestra portada de edición deportiva! ¡Nos encontramos con el único @LeoMessi justo a tiempo para el #WorldCup! ¡Conoce al superhombre del fútbol que posee el récord mundial Guinness por la mayor cantidad de goles anotados en una temporada y también ha llevado a @fcbarcelona a 32 trofeos! Dirígete a papermag.com para obtener más información.

A post shared by Paper Magazine (@papermagazine) on

મેગેઝિનને GOAT એટલે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ કહેવાય છે. હવે રોનાલ્ડોની ઉજવણી બાદ, ફેન્સે આ શૈલી સમજવાનું શરૂ કર્યું હતું કે રોનાલ્ડો મેસ્સી તરફ સંકેત કરે છે કે તે પોતે વધુ મહાન ખેલાડી છે.

You might also like