OMG! જાણીતી કાર કંપની ફેરારીની જૂની કાર 537 કરોડમાં વેચાઈ

લંડન: જાણીતી કાર કંપની ફેરારીની જુની કાર ૫૩૭ કરોડમાં વેચાતા આ કાર વિશ્વની સૌથી મોંઘી કાર બની છે. આ કારની જર્મનીમાં હરાજી થઈ હતી.જેમાં ફેરારી ૨૫૦ જીટીઓ માટે ૫૩૭ કરોડની બોલી બોલાઈ હતી.

૧૯૬૨ થી ૧૯૬૪ દરમિયાન આવી કારના ૩૬ મોડલ બનાવવામા આ‍વ્યા હતા. અને આ કાર ૧૯૬૩માં બની હતી. આ કારે ૧૯૬૪માં વિશ્વની સૌથી જાણીતી અને ઐતિહાસિક મોટર રેસમાં ઓક ટુર ડી ફ્રાન્સ જીતી હતી. અહેવાલ મુજબ આ દુલર્ભ ફેરારી કારના ખરીદદાર ડેવિડ મેકિનલ છે જે વેધરટેક કંપનીના સીઈઓ છે.

૧૯૬૩ના મોડલની આ ફેરારી ૨૫૦ જીટીઓ વેચાયા બાદ મોટાભાગનો સમય જર્મનમા જ રહી છે. ૧૯૯૦માં તેને ડી કે એન્જિનીયરીંગે રિસ્ટોર કરી હતી. ડી કે એન્જિનીયરીંગના ઓટોમોબાઈલ એકસપર્ટ જેમ્સ કોટીંઘમના જણાવ્યા અનુસાર આયુષ્ય અને ઓરિજનાલીટીના મામલે આ કાર સૌથી સારી ૨૫૦ જીટીઓમાથી એક છે.

You might also like