VIDEO: અમદાવાદ DEOનો આદેશ, સ્કૂલોએ જાહેર કરેલ ફી બેનરમાં દર્શાવવી ફરજીયાત

અમદાવાદઃ હાઈકોર્ટ ફી નિયમન મુદ્દે સંચાલકોની અરજી ફગાવવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદનાં DEO દ્વારા શાળાઓને આદેશ આપવામાં આવ્યાં છે. અને જાહેર કરવામાં આવેલ ફીને બેનરમાં ફરજીયાત કરવામાં આવ્યું છે. ગુજરાત ફી રેગ્યુલેટરી કમિટીને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ત્યારે હવે શાળાઓ દ્વારા વાલીઓ જોઈ શકે તે રીતે બેનર દર્શાવવા પડશે. શહેરની 252 શાળાઓની ફી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને દરખાસ્ત કરનારની ફી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોર્ટમાં જનારી 300 સ્કૂલોને દરખાસ્ત માટે 3 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો છે.

અમદાવાદનાં DEOએ કર્યો આદેશ
સ્કૂલોએ જાહેર કરેલી ફી બેનરમાં દર્શાવવી ફરજીયાત
વાલીઓ જોઇ શકે તે રીતે બેનરમાં દર્શાવવી
અમદાવાદ ઝોનની 252 સ્કૂલની ફી ટૂંક સમયમાં કરાશે જાહેર
દરખાસ્ત કરનારની ફી પણ ટૂંક સમયમાં કરાશે જાહેર
કોર્ટેમાં જનારી 300 સ્કૂલોને દરખાસ્ત માટે 3 સપ્તાહનો સમય

You might also like