Categories: World

પોતાની મરજીથી લગ્ન કરનાર મહિલાને મારી નાખવી ઇસ્લામ વિરુદ્ધ

લાહોર : પાકિસ્તાની મૌલવીઓએ ઓનર કિલિંગની વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. બરેલવી સ્કૂલનાં 40થી વધારે મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે. જેમાં ઓનર કિલિંગને બિનઇસ્લામીક અને અક્ષમ્ય અપરાધ ગણાવ્યો છે. સુત્રી ઇતિહાદ પરિષદ (એસઆઇસી)નાં બેનર હેઠળ મૌલવીઓએ રવિવારે પત્રકાર પરિષદમાં ઓનર કિલિંગની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ફતવામાં કહેવાયું કે પોતાની મરજીથી લગ્ન કરનારી મહિલાઓને જીવતી સળગાવવી તે બિનઇસ્લામીક છે.

અગાઉ લાહોર, એબટાબાદ અને મુરીમાં હાલની ઘટનાઓ અંગે દુખ વ્યક્ત કરવામા આવ્યું અને કહેવાયું કે આ પ્રકારની ઘટનાઓ આખા સમાજને વિચલિત કરે છે. સન્માનનાં નામે થનારી હત્યાઓ અજ્ઞાનતા અને જિદનાં કારણે થતી હોય છે. પરંતુ ઇસ્લામમાં આ વસ્તુ સ્વિકાર્ય નથી. ફતવામાં સરકારને આ પ્રકારનાં ગુનાઓ પર અંકુશ લગાવવા માટે યોગ્ય કાયદા બનાવવા માટેનો પણ આગ્રહ કર્યો છે. જેથી આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય.

ફતવામાં મહિલાઓની હત્યાઓ અને જીવતી સળગાવી જેવી ઘટનાઓને જધન્ય અપરાધ જાહેર કરવાની સાથે જ મહિલાઓનાં અધિકારોની રક્ષા કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગત્ત વર્ષે ઓનરકિલિંગનાં 1100 કિસ્સાઓ નોંધાયા હતા. જેમાં યુવતીને જીવતી સળગાવી દેવાથી માંડીને યુવતીને ખોરાકી ઝેર આપી દઇને મારી નાખવા સુધીની ઘટનાઓ નોંધાઇ હતી. આ આંકડો ખુબ જ ચિંતાજનક રહ્યો હતો.

Navin Sharma

Recent Posts

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

15 mins ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

16 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

17 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

18 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

19 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

20 hours ago