Categories: Lifestyle

ગરમીમાં કરો જાતનું જતન

ઉનાળામાં સૂકા પવન અને ભેજવાળા વાતાવરણનું મિશ્રણ થતાં તમે ગરમીથી રાહત મેળવવાના પ્રયાસોમાં લાગી જાવ છો, પરંતુ આ ગરમીથી તમારી સ્કિનને લગતી સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને સનબર્નની સમસ્યા વધે છે. આવા વાતાવરણમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવીને તમે સ્કિનને રાહત આપી શકો છો. આ અંગે અક્ષર બ્યુટી પાર્લરનાં સુશીલા રાઠોડ જણાવે છે કે, ગરમીના દિવસોમાં સ્કિન વધુ સંભાળ માગી લે છે. રસોડામાં વપરાતી કેટલીક હાથવગી વસ્તુઓ તેમ જ ડ્રેસિંગ ટેબલ પર પડેલી કેટલીક બ્યુટી પ્રોડકટ્સનો ઉપયોગ કરતા શીખી જાવ તો કાળઝાળ ઉનાળામાં પણ તમે ટેન્શન વગર બહાર ફરી શકશો.

પગની ખાસ સંભાળ લોઃ
ઉનાળામાં ગરમીની સૌથી વધુ અસર ચહેરાને અને પગને થાય છે. ગરમીથી બચવા મહિલાઓ ચહેરાને તો કોઈ ને કોઈ રીતે ઢાંકી દે છે, પરંતુ મોટા ભાગે પગની અવગણના જ થતી હોય છે, જેના કારણે લાંબા ગાળે પગમાં ફોલ્લા કે પછી વાઢિયા થવાની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે ચપ્પલ કે સેન્ડલ પહેરતાં પહેલા પગનો જે ભાગ ખુલ્લો રહેતો હોય તે ભાગ પર પેટ્રોલિયમ જેલી એપ્લાય કરો. અંગૂઠાથી શરૂ કરીને પગની પાની સુધી પેટ્રોલિયમ જેલી લગાવો, જેથી
પગનાં તળિયાં ચપ્પલ કે સેન્ડલ સાથે ઘસાવાથી ચામડીને થતી અસરમાં પણ રાહત રહેશે.

વાળની સંભાળ
લાંબા વાળની ઉનાળામાં દરકાર કરવાનું અઘરું બની જાય છે. પરસેવાના કારણે વાળ ડ્રાય બની જાય છે. ખાસ કરીને ડોકના ભાગે વધુ પરસેવો થાય છે અને તેનાથી વાળને પણ નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા ડોકના ભાગે એન્ટી પરસ્પાઇરન્ટ ડીઓડરન્ટ લગાવો. ડોકના ભાગે મુખ્યત્વે વાળ ટચ થતાં હોય છે, તેથી આ ભાગ પર પરસેવો અટકાવે તેવું ડીઓ લગાવવાથી ડોકના ભાગે પરસેવો નહિ થાય અને હેર સ્ટાઇલ પણ ન બગડે.

સ્કિનની સંભાળઃ
ગરમીને કારણે ડ્રાય બનેલી અને ક્યારેક ઓઇલી બનેલી ત્વચાને પણ કેરની જરૂર પડે છે. આ માટે એક જગ પાણીમાં લીંબુ અને કાકડીની સ્લાઇસ નાખો અને તે મિશ્રણમાં એલોવેરાનો જ્યુસ ઉમેરો. બાદમાં આ મિશ્રણને આઇસ ટ્રેમાં ભરી દો. જ્યારે તમે તડકામાંથી ફરીને ઘરે આવો અને તમને સનબર્નનો અનુભવ થાય ત્યારે આ મિશ્રણવાળા આઇસ ક્યુબને ચહેરા પર ઘસો, જે તમને ક્વિક હીલિંગ આપશે.

હેર સ્ટાઇલ માટે હેરસ્પ્રે વાપરોઃ
ઉનાળામાં ડ્રાય હેર હોય ત્યારે હેરસ્ટાઇલ કરવાનું આકરું બને છે. આ માટે હેરસ્પ્રે વાપરો, પરંતુ એક ટૂથબ્રશમાં લઈને તેને એપ્લાય કરો. હેરસ્પ્રેના નોઝલ નજીક ટૂથબ્રશ લઈ જાવ અને ટૂથબ્રશ પર સ્પ્રે એપ્લાય કરો. બાદમાં આ બ્રશ તમારા વાળ પર ફેરવો, જેનાથી નાનામાં નાના વાળને હેરસ્પ્રે લગાવી શકાશે.

મેકઅપની સંભાળઃ
ઉનાળામાં પરસેવો વધુ થતો હોવાથી મેકઅપની સંભાળ રાખવાનું સૌથી વધુ અઘરું છે. પરસેવાથી મેકઅપ રેલાઈ ન જાય તે માટે બેઝ મેકઅપ લગાવ્યા બાદ આંખ નીચે અને હોઠની આજુબાજુ લૂઝ પાઉડર લગાવો. જે એક્સેસ ઓઇલ શોષી લેશે.

ક્લીન શેવ કરોઃ
પગ પરથી રુવાંટી દૂર કરવા માટે જો તમારી પાસે શેવિંગ ફોમ ખૂટી ગયું હોય તો તમે કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. જરૂરિયાત મુજબનું કન્ડિશનર લઈ તેમાં થોડું પાણી ઉમેરો અને તે મિશ્રણને શેવિંગ ફોમના સ્થાને વાપરો. કન્ડિશનરથી તમારા પગ સ્મૂધ બનવાની સાથે સુગંધ આપશે.

સોનલ અનડકટ

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

14 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

15 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

15 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

15 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

15 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

15 hours ago