માત્ર છોકરીઓ માટે જ નહીં, છોકરાઓ માટે પણ ઉપલબ્ધ છે આ સ્ટાઇલિશ બેગ

0 35

વર્તમાન સમયમાં તમે જાણતા હશો કે બેગની ફેશન હાલ ઘણી ઝડપથી પરિવર્તિત થઇ રહી છે. માર્કેટમાં નાની-મોટી, ફોર્મલ અને ઇનફોર્મલ જેવી દરેક પ્રકારની પેટર્નમાં બેગ્સ ઉપલબ્ધ છે.

તમે તમારી જરૂરિયાત મુજબ અલગ-અલગ પ્રકારની બેગની ખરીદી કરી શકો છો. કંઇક અલગ જ લુક મેળવવા માટે આ પ્રકારની સિમ્પલ અને સોબર આર્ટિસ્ટિક બેગને કૈરી કરતા હેન્ડસમ દેખાવું ઘણું આસાન છે.

ઓછા સામાન અથવા પર્સનલ ચીજવસ્તુઓને કૈરી કરવા માટે આ પ્રકારની લેધર બેગનો ઉપયોગ કરો. જો કે આનો ઉપયોગ ટ્રાવેલિંગ દરમ્યાન પણ કરી શકાય છે.

સ્પોર્ટી લુક કૈરી કરવા માટે આ સ્લિંગ કમ હૈંડબેગને કૈરી કરો. જો સામાન ઓછો હોય તો સ્લિંગ બનાવો અને વધારે સામાન હોય તો તેને હૈંડબેગની જેમ યૂઝ કરો.

ડેનિમ અને ટીશર્ટ પર આ લેપટોપ બેગને કૈરી કરી સ્માર્ટ બની શકાય છે. આ પ્રકારની લેપટોપ બેગ આપને દરેક પ્રકારનાં રંગોમાં ઉપલબ્ધ રહેશે. ફેવરિટ કલર પસંદ કરી આને ટ્રાય કરો. ઓફિસને માટે આ પ્રકારની ફોર્મલ કોર્પોરેટ બેગ પર્સનાલિટી પર વધારે સૂટ થશે. તો આને ટ્રાય કરો.

જિમ જવા માટે આ પ્રકારની બેગ યંગસ્ટર્સ લોકોની પહેલી પસંદ છે. આને ખરીદવા માટે પહેલા તમે તમારી જરૂરિયાત અને સાઇઝનું જરૂરથી ધ્યાન રાખજો. કોલેજ ગોઇંગ છોકરાઓ માટે સ્લિંગ બેગ પરફેક્ટ ચોઇસ છે.

loading...

Leave A Reply

Your email address will not be published.