VIDEO: ખેડૂતોનાં આંદોલનની અસર ગુજરાત સુધી, દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકી સપ્લાય કર્યું બંધ

ગુજરાતઃ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવાં મળી છે. ભાવનગરનાં ખેડૂતોએ પણ આ આંદોલનનો ભોગ બનતા શાકભાજીનું સપ્લાય રોકી દીધું હતું. બાડી પડવા ગામે ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકીને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને શાકભાજી પશુઓને ખવડાવીને દેશમાં ચાલતાં ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અગાઉ ભાવનગરનાં બાડી પડવા ગામે GPCL કંપની સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 1લી જૂનથી શરૂ થયેલું ખેડૂતોનો આ વિરોધ પ્રદર્શન હજી લગભગ 10 જૂન સુધી ચાલશે. આ દરમ્યાન ખેડૂતોએ અલગ-અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોનાં આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવાં મળી રહી છે. રવિવારનાં રોજ અમરેલીમાં થયેલા વિરોધ બાદ આજે ભાવનગર સહિત અનેક જગ્યાએ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

પડવા જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધઃ
ભાવનગરનાં બાડી પડવા ખાતે જમીન સંપાદન મામલે ચાલી રહેલાં આંદોલનમાં આજે બાડી ગામ ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને અને દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા પણ ખેડૂતો અનેક વખત વિરોધ નોંધાવી ચૂક્યાં છે પરંતુ ખેડૂતોએ આ વખતે કંઇક અલગ જ પ્રકારે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે.

ગીર સોમનાથમાં પણ ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતાં તેઓએ રસ્તા પર દૂધ ઢોળીને આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં ખેડૂતોએ દૂધ અને શાકભાજીનું વેચાણ પણ નહીં કરવાનું નક્કી કર્યું છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

2 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

3 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

3 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

5 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

6 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

7 hours ago