OMG: મોબાઇલ એપની મદદથી ખેડૂત Income માં થયો વધારો

કાનપુર: ઇન્ફ્રાસ્ટ્રકચરની કમીને કારણે જ્યાં ખેડૂતોનું ઉત્પાદન ખરાબ થવું મોટી સમસ્યા બન્યું છે ત્યાં કોઇ જરૂરિયાત મુજબ પાક ઉગાડીને વેચે તો ખરેખર આશ્ચર્ય થાય. મેરઠના ખેડૂતના પુત્ર ભૂપેન્દ્રએ ખૂબ જ મહેનત છતાં પણ વાજબી કિંમત ન મેળવી શકનાર ખેડૂતોના દર્દને સમજયો અને સારી એવી નોકરી છોડીને સ્ટાર્ટઅપ કંપની બનાવી. આ કંપની એપની મદદથી ખેડૂતોને મોસમ, જરૂરિયાત અને કિંમત વગેરેની જાણકારી આપીને વેસ્ટ યુપીના શહેરોમાં ૧ર કલાકમાં શાકભાજીની સપ્લાય કરી રહી છે.

મેરઠમાં રહેનારા ભૂપેન્દ્રના પિતા ખેડૂત છે. પાકમાં પાણી આપવાથી લઇને રખવાળી કરવા માટે સવારે ત્રણ વાગ્યે ઊઠીને ખેતરમાં જાય છે. તનતોડ મહેનત છતાં પણ તેમને પાક.ની યોગ્ય કિંમત મળી શકતી નથી. આઇઆઇટી ગુવાહાટીથી કોમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજયુુએશન કર્યા બાદ ભૂપેન્દ્રએ એચપી સહિત ઘણી મલ્ટિનેશનલ કંપનીઓમાં નોકરી કરી. ધીમે ધીમે તેને ખેડૂતો તરફની લાગણી વધી અને પાકની વાજબી કિંમત મળે તેવું કંઇક કરવાનું વિચાર્યું. ર૦૧૬માં કૃષિ હબ નામની સ્ટાર્ટઅપ કંપની બનાવી.

ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે એક એપ બનાવી. છેલ્લા ર૦ વર્ષના મોસમ, કિંમત અને ડિમાન્ડના ડેટા એકઠા કર્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટસ અને મશીન લર્નિંગના સહારે ચાલનારી એપમાં ખેડૂતોને આગામી ત્રણ મહિનામાં પાકના અનુમાનીત રેટ અંગે જાણ થઇ જાય છે. બીજ, ખાતર અને કૃષિ ઉપકરણો અંગે પણ એપ પર જાણકારી મળે છે.

નોયડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડાની રેસ્ટોરાં, કેન્ટીન અને હોટલ વગેરે જગ્યાઓએ મળતા બલ્ક ઓર્ડરના આધારે મેરઠ, આગ્રા, ગાઝિયાબાદ, હાપુડ અને ગજરોલાના ર૦૦ ખેડૂતોને આ વાતની સૂચના મળી જાય છે કે આગલા દિવસે તેમણે ખેતરમાંથી કેટલા શાકભાજી તોડવાના છે. બેંગલોરમાં બેેઠેલી ટેકનિકલ ટીમ ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી કરે છે કે શાકભાજી લેવા ગાડીઓ કયા રૂટમાં જાય કે જેથી ગાડી એક રાઉન્ડમાં ફૂલ થયા બાદ ૧ર કલાકમાં માલ સપ્લાય કરી શકે.

You might also like