VIDEO: જામનગરમાં વીજ કનેક્શનને અભાવે વધુ એક ખેડૂતનો આપઘાત, રાજ્યભરમાં પડ્યાં પડઘાં

જામનગરઃ જિલ્લાનાં વાગુદળ ગામમાં વીજ કનેક્શન ન મળતા અને આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેનાં રાજ્યભરમાં પડઘા પડ્યાં છે. તો આ મામલે સરકારની ટીકા પણ થઈ રહી છે. જ્યારે બીજી તરફ વીજ તંત્ર પણ પોતાનાં બચાવમાં ઉતરી આવ્યું છે.

અરજીઓનાં ભરાવાને કારણે તત્કાલ કનેક્શન આપવામાં આવતું ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક અધિકારીનાં જણાવ્યાં મુજબ, તંત્ર પાસે વીજ કનેક્શન આપવા માટે પુરતી વ્યવસ્થા પણ નથી. PGVCLમાં આ વિસ્તારનાં 8 હજાર ખેડૂતોની અરજીઓ પણ હાલમાં પેન્ડિંગ પડી રહી છે. જેમાંથી મોટા ભાગની અરજીઓનો નીકાલ કરવાનું તંત્રએ નકારી કાઢ્યું છે.

મહત્વનું છે કે જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાનાં મોટા વાગુદળ ગામનાં એક ખેડૂતે બિયારણ લેવાની અસમર્થતા અને વીજ તંત્રનાં મામલે ખેડૂતે આપઘાત કરી લીધો છે. સરકારની ખેડૂતલક્ષી નીતિનાં લીરે લીરા ઉડી ગયાં છે. બીજી તરફ વીજ તંત્ર અરજીઓનો ભરવો થતો હોવાંથી તત્કાલ કનેક્શન આપવામાં નથી આવતું એવો પણ બચાવ કરી રહ્યું છે.

જે ખેડૂતે આપઘાત કર્યો છે તે ખેડૂતની વીજ જોડાણનાં નામે ફેરબદલીની કોઈ જ અરજી પેન્ડીંગ નથી એવું વીજ તંત્ર જણાવી રહ્યું છે. બીજું ખેડૂત મનસુખભાઈનાં નામે એક ખેતીવાડી વીજ જોડાણ પણ છે. તેમજ નવા કનેક્શન માટે તાજેતરમાં અરજી પણ કરી છે. પરંતુ વીજ તંત્ર પાસે હાલ વીજ કનેક્શન માટે તોતિંગ અરજીઓનો ભરાવો પણ થઇ ગયો છે.

જો વાત ધ્રોલ તાલુકાની કરવામાં આવે તો અહીં વર્ષ ૨૦૧૪માં જે ખેડૂતોએ અરજીઓ કરી છે. તેઓને આ વર્ષે નવા કનેક્શન આપવામાં આવશે. એક તરફ વીજ કનેક્શન આપવા માટે તંત્ર પાસે પુરતી વ્યવસ્થા નથી આપી રહી એ પેન્ડીંગ અરજીઓ પરથી સાબિત થાય છે. જો વાત ધ્રોલ સર્કલની કરવામાં આવે તો PGVCL દ્વારા આ વિસ્તારમાં આઠ હાજર ખેતીવાડી વીજ જોડાણ માટેની અરજીઓ પણ પેન્ડીંગ છે.

આ અરજીઓ પૈકી પોણા ભાગની અરજીઓનો નિકાલ કરવાનો તંત્રએ ટાર્ગેટ નક્કી કર્યો છે. એ શક્યતાથી જોજનો દૂરની વાત લાગે છે. જે ગતિથી વીજ તંત્ર કામગીરી કરી રહ્યું છે તે ગતિએ મૃતક ખેડૂતને ચાર વર્ષે વીજ જોડાણ મળે.

You might also like