શ્રાવણના છેલ્લા રવિવારની રજામાં બનાવો ફરાળી સમોસા

ફરાળી સમોસા બનાવવા માટેની
સામગ્રી:

ફરાળી સમોસા ના પડ માટે:
૧ કપ મોરૈયા નો લોટ
૧ ટી.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે સિંધવ
તળવા માટે તેલ

ફરાળી સમોસા ના સ્ટફિંગ માટે:
૨ થી ૩ બટાકા
૨ ટી.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
સ્વાદ પ્રમાણે સિંધવ
૩ થી ૪ નંગ લીલા મરચા
૧/૨ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
૧/૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૧ ટેબ.સ્પૂન ખાંડ

ફરાળી સમોસા બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને ધોઈ,છોલી ને છીણી લો. લીલા મરચા ને ઝીણા સમારી લો. મોરૈયા ના લોટ માં સિંધવ અને તેલ નું મોવણ નાખી રોટલી જેવો લોટ બાંધો.

બનાવવાની રીત: એક કઢાઈમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી તેમાં લીલા મરચા નાખી બટાકા ની છીણ વઘારી લો.હવે તેમાં સિંધવ નાખી હલાવી ઢાંકી ને ચઢવા દો.ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર,લીંબુ નો રસ અને ખાંડ નાખી ખાંડ નું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લો. મોરૈયા ના લોટ ના લુવા કરી તેમાંથી રોટલી વણી લો.-અટામણ મોરૈયા ના લોટ નું લેવું અને રોટલી બહુ પાતળી ન વણવી.રોટલી ના ૨ પીસ કરી બન્ને માં સ્ટફિંગ ભરી સમોસા ભરી લેવા. કિનારી પર પાણી લગાવી લેવું.સાચવી ને ભરવું.આવી જ રીતે બીજા બધા સમોસા ભરી લેવા. ગરમ તેલમાં તળી લેવા. ગરમ ગરમ ફરાળી સમોસા કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરવા.

You might also like