SBIના દિલ્હી ATMમાંથી 2000ની નકલી નોટો નિકળી

નવી દિલ્હીઃ નોટબંદી બાદ હવે નાણાનો પ્રવાહ થોડો વ્યવસ્થિત થઇ રહ્યો છે. લોકોને સરળતાથી હવે એટીએમ કે બેંકમાંથી નાણા પ્રાપ્ત થઇ રહ્યાં છે. ત્યારે એક વ્યક્તિ માટે ATMમાંથી નાણા ઉપાડવાનું મુશ્કેલ રૂપ સાબિત થયું. સાઉથ દિલ્હીના સંગમા વિહારના SBIના ATMમાંથી એક વ્યક્તિ પૈસા નિકાળવા માટે ગયા હતા. તેમને ATMમાંથી 8000 રૂપિયા નિકાળ્યા.  2000ની 4 નોટ ATMમાંથી નિકળી જે તમામ  નકલી હતી.

કોલસેન્ટરમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા દિલ્હીના રોહિત નામના વ્યક્તિ સાથે આ ઘટના બની છે. તેમણે ATMમાંથી  પૈસા નિકાળ્યા.  એટીએમમાંથી જે નોટ નિકળી હતી તેની પર  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ  ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. જ્યારે ગ્રાન્ટેડ બાય સેન્ટ્રલ ગર્વમેન્ટની જગ્યાએ ચિલ્ડ્રન ગર્વમેન્ટ લેખલું હતું. ભારતીય રિર્ઝવ બેંકની જગ્યા ભારતીય મનોરંજન બેંક, સિરિલ નંબર 00000, રૂપિઝની સાઇન મિસિંગ હતી. RBIની જગ્યાએ P.K.નો લોગો હતો. ગર્વનરની સાઇન પણ મિસિંગ હતી. અશોક ચક્રની જગ્યાએ ચૂરણ લેબ જેવી સંખ્યાબંધ બાબતો નકલી નોટમાં જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ પોલીસે ATMમાંથી ડિસ્પેલ થયેલી  4,  2000ની નોટો કબજે કરી છે. સાથે જ સબ ઇન્સપેક્ટરને વેરીફાઇ કરવા માટે નોટ મોકલી આપી છે. જોકે બાકી નોટો અંગે તપાસ કરતા પોલીસે જણાવ્યું છે કે બંડલમાં બાકીની નોટ સાચી હતી. રોહિત નામના ગ્રાહકો 6 ફેબ્રુઆરીએ સાંજે 7.45 સાઉથ દિલ્હીના SBI ATMમાંથી 8000 નાણા ઉપાડ્યા હતા. જે તમામ નોટો ખોટી નિકળતા ફરિયાદ નોંધાવી હતી.

http://sambhaavnews.com/

You might also like