અઘોરીઓ વિશેનું આ સત્ય જાણીને તમે ડગમગાઇ જશો

અઘોરીઓ જેટલા ડરામણા દેખાય છે તેમના કામ તેનાથી પણ વધારે ડરામણા હોય છે. તેમની રહેણી કરણી અને ખાન-પાન સામાન્ય માણસોથી એકદમ અલગ હોય છે. સ્મશાન તેમનું પ્રિય સ્થાન છે અને બળતાં શબ તેમનું પ્રિય ભોજન. અઘોરીઓ ક્યારેય કોઇની પાસેથી કંઇ પણ નથી માગતા.

aghori 3અઘોર એક પંથ છે અને તેના અનુયાયીઓ અઘોરી છે. અઘોરી શૈવ ધર્મ સાથે જોડાયેલા છે. અઘોર પંથમાં ભગવાન શીવની સાધના કરવામાં આવે છે. અઘોરીયોનું એકમાત્ર ધ્યેય છે પોતાના આરાધ્ય શિવની સાધના અને તેમને પામવા. તેમનો મોટાભાગનો સમય સ્મશાનમાં સાધના કરતાં જ પસાર થાય છે.

અઘોરીયો કોઇ પણ વસ્તુની ધૃણા નથી કરતાં એટલા માટે જ તેઓ ગમે તેવું ભોજન કરી લે છે. જાનવરોનાં માંસથી લઇને મનુષ્યના માંસ સુધી તમામ ખુબ જ ખુશ થઇને થાય છે. તેઓ ગાયનું માંસ નથી ખાતા. એકાંતમાં રહેતા અઘોરીઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે તેમને બહારની દુનિયાથી કંઇ જ લેવાદેવા નથી હોતું.

ઉઘાડા શરીરે ફરતાં આ અઘોરીઓને ઠંડી કે ગરમીની કોઇ જ અસર નથી થતી. સ્મશાનની રાખને તે પોતાના શરીર પર લગાવે છે. કહેવાય છે કે 5 તત્વોથી બનેલી આ ભસ્મ તેમને તમામ બિમારીઓથી દૂર રાખે છે.

aghori 1મૃત્યુથી તમામને ડર લાગે છે પરંતુ અઘોરી મૃત્યુના ગાઢ રહસ્યને સમજવાના પ્રયત્નમાં રહે છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે.. તે ક્યાં જાય છે..આ તમામ બાબતો જાણવા માટે તેઓ સ્મશાનમાં ત્રણ પ્રકારની સાધના કરે છે. પહેલી સ્મશાન સાધના, બીજી શવ સાધના અને ત્રીજી શિવ સાધના.

અઘોર સાધના માટે તેમનું મગજ સક્રિય રહેવું ખુબ જરૂરી છે. પંચકરા સાધનાથી તેઓ માનસિક સ્થિતિને નિયંત્રિત કરે છે. આ વિધિ કોઇ સામાન્ય અઘોરી નથી કરી શકતાં. તેના માટે ગુરુનું માર્ગદર્શન અને ખાસ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઘઉં, માંસ-મદીરા સહિતની તમામ સામગ્રીને અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે તેમજ શિવલતા મુદ્રામાં મહિલા સાથે સંભોગ કરવો પડે છે.

સ્મશાનમાં કરવામાં આવતી શબ સાધના અઘોરીઓ માટે સૌથી મુશ્કેલ તેમજ ખતરનાક હોય છે. આ સાધનાને પુરી કરવા માટે અઘોરીઓ કોઇ કિશોરી કે બાળકીની ડેડ બોડીને મુકે છે. સાધના દરમિયાન તેના શબ પર બેસીને મંત્રોચ્ચાર કરે છે.

aghori 2બનારસનો મણિકર્ણિકા ઘાટ અઘોરીઓનું પસંદગીનું સ્થાન છે. એવું કહેવાય છે કે અહીં અગ્નિ સંસ્કાર કરવાથી મોક્ષ મળે છે. ભારે ભીડને કારણે અહીં અગ્નિ સંસ્કાર માટે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી પડે છે. અહીંયા શબને ચિતામાં આગ લગાવ્યા બાદ તેને થોડીક જ ક્ષણોમાં ગંગામાં વહાવી દેવામાં આવે છે. આજુબાજુ બેઠેલા અઘોરીઓ આ અડધા બળેલા શબને કાઢીને ભોજન કરે છે.
અઘોરીઓ જે જીવનશૈલીમાં રહે છે તે સાધનાની એક રીત છે. તે પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માગે છે.

અઘોર સાધનમાં ખંદ-મંદ યોગ સાધના પણ કરવામાં આવે છે. રાવણ આ સાધના કરતો હતો. શિવને પ્રસન્ન કરવા માટે તે પોતાનું મસ્તક કાપીને તેની અગ્નિમાં આહુતિ આપતો હતો.
એવું કહેવાય છે કે શબ સાધનાથી મડદાં પણ બોલી ઉઠે છે. આ સાધના તમારી ઇચ્છા પૂર્ણ કરે છે. શબની ઉપર પગ મુકીને ઉભા રહીને કરવામાં આવતી સાધનાને શબ સાધના કહેવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે અઘોરીઓ પાસે ભૂતોથી બચવા માટે ખાસ પ્રકારના મંત્રો હોય છે. આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં અઘોરી ચિતા તેમજ પોતાની ચારેય બાજુ એક લીટી દોરે છે. ત્યાર બાદ તે પોતાની સાધના શરૂ કરે છે. તેનાથી કોઇ પણ ભૂત-પ્રેત-પિશાક કે મડદાની આત્મા તેમની સાધનામાં વિધ્ન ઉભુ નથી કરતી.

You might also like