રેલ્વે સ્ટેશનનાં બોર્ડ પર લખેલ હોય છે સમુદ્ર સપાટીથી ઊંચાઇ, જાણો કેમ…

આપ જ્યારે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરવા જતા હોવ છો ત્યારે આપ ત્યાં બોર્ડ પર લખેલી જાણકારીને આધારે પ્લેટફોર્મ પર આપ આપની ટ્રેન સુધી પહોંચતા હોવ છો. આમ તો રેલ્વે સ્ટેશન પર તમામ પ્રકારનાં બોર્ડ લાગેલા હોય છે.

પરંતુ દરેક રેલ્વે સ્ટેશન પર એક બોર્ડ લાગેલું હોય છે કે જેનાં પર સ્ટેશનનું નામ લખેલ હોય છે. આ બોર્ડ પર આપમાંથી કેટલાંક લોકોએ આ બોર્ડ પર ધ્યાન આપ્યું હશે અને કેટલાંક લોકોએ ધ્યાન ના પણ આપ્યું હોય.

આ બોર્ડ પર સ્ટેશનનાં નામ સિવાય સમુદ્ર તળથી ઊંચાઇ પણ લખેલ હોય છે. જો કે આપે ક્યારેય એવો વિચાર કર્યો છે કે સમુદ્ર તળથી ઊંચાઇ આ બોર્ડ પર કેમ લખેલ છે.

રેલ્વે સ્ટેશન પર લગાવવામાં આવેલ બોર્ડ પર સ્ટેશનનું નામ અને સમુદ્ર તળથી ઊંચાઇ લખેલ હોય છે. આ લખવા પાછળનું કારણ એ છે કે આ જાણકારી રેલ્વેનાં ડ્રાઇવર અને ગાર્ડ માટે હોય છે. ઉદાહરણ જોઇએ તો જ્યારે કોઇ ટ્રેન 100 મીટર સમુદ્ર તળની ઊંચાઇથી 150 મીટર સમુદ્ર તળની ઊંચાઇ તરફ જઇ રહેલ છે તો આ બોર્ડને જોઇને ડ્રાઇવરને એ વાતનો આઇડીયા થઇ જાય છે તેને કઇ રીતે આ ટ્રેનનાં એન્જીનને સ્પીડ આપવાની છે.

સાઇન બોર્ડની મદદથી ટ્રેનનાં સંચાલનમાં મદદ મળી રહે છે. સાથે ટ્રેનની ઉપર લાગેલા વીજળીનાં તારોને એક સમાન ઊંચાઇ આપવામાં પણ મદદ મળી રહે છે.

તો હવે જ્યારે આપ ફરી વાર ટ્રેન દ્વારા ક્યાંય પણ ટ્રાવેલ કરવા જઇ રહ્યાં છો તો આ બોર્ડ પર આપ જરૂરથી ધ્યાન આપો. જો કે આપને તો હવે ખ્યાલ આવી ગયો હશે કે આખરે સ્ટેશન પર લગાવેલા આ બોર્ડ પર સમુદ્ર તળથી ઊંચાઇ કેમ લખેલ હોય છે.

 

You might also like