CBSCનો શાળાઓને આદેશ, ફી અને સુવિધાઓ સહિત બધું કરે સાર્વજનિક

દેશની તમામ સ્કૂલોમાં ચાલી રહેલી અનિયમિતતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ પોતાના નીતિનિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. દેશની સ્કૂલોમાં પારદર્શકતા માટે CBSEએ તેઓને ફીનું માળખું અને ત્યાં આપવામાં આવતી સુવિધાઓને સાર્વજનિક કરવાની વાત કહી છે.

શાળાના મેનેજમેન્ટે આને સીબીએસઈ તરફથી બિનજરૂરી દખલ ગણાવી છે. તેઓ તેને સ્કૂળના માળખામાં પણ દખલ ગણાવી રહ્યા છે. શાળાની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરાવવી તેઓને અનાવશ્યક લાગી રહ્યું છે.

સીબીએસઈએ ગઈ 25 ઓક્ટોબરે આ વિશેની એક જાહેરાત કરી હતી. આમાં તેઓ જનરલ, મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ સહિત 6 શ્રેણીઓમાં માહિતી આપવાની વાત કરે છે. એમાં તેઓ વાઈફાઈની સ્પી઼. એડમિશનના રિજલ્ટ, રીઝર્વ ફંડ અને બેલેન્સ શીટ પણ જાહેર કરવાની વાત કરે છે. એના માટે તેઓએ 30 નવેમ્બરની આખરી તારીખ નક્કી કરી છે.

You might also like