Facebook યુઝર્સનો ડેટા હવે થર્ડ પાર્ટી એપ નહીં ચોરી શકે

સાનફ્રાન્સિસ્કો: કોઇ એપમાં લોગિંગ કરવા માટે આપણે હંમેશાં ફેસબુકનો સહારો લેતા હોઇએ છીએ. આપણા માટે તે સરળ પણ હોય છે. કેમકે માત્ર એક કન્ફર્મ બટન દબાવીને આપણે તે એપમાં શાઇનિંગ કરી લઇએ છીએ, પરંતુ તેમ કરતી વખતે આપણે ભૂલી જઇએ છીએ કે અજાણતામાં તે એપને આપણી બધી જ જાણકારી મળી જાય છે.

કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા કરાયેલી ડેટા ચોરી આનું સૌથી મોટું ઉદાહરણ છે. આ બ્રિટિશ કંપનીએ અમેરિકાની ચૂંટણી અને બ્રેક્ઝિટમાં દખલ કરવા માટે ક્વિઝ એપ દ્વારા ફેસબુક યુઝર્સનો ડેેટા ચોરી કર્યો હતો. હવે કોઇ પણ થર્ડ પાર્ટી એપ આમ ન કરી શકે તે માટે ફેસબુકે કવાયત હાથ ધરી છે.

ફેસબુકે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે હવે બનાવાયેલી એપને ફેસબુક પર લોગ ઇન કરાયેલા યુઝરની જેમ પોસ્ટ કરવાની અનુુમતિ નહીં હોય. જે એપને પહેલાં તેની પરવાનગી મળી ચૂકી છે તે માત્ર એક ઓગસ્ટ સુધી જ તેનો ઉપયોગ કરી શકશે. આગળ ડેવલપમેન્ટ કરાતી એપને પોતાની પોસ્ટમાં નાખવાની અનુમતિ માટે એપ રિવ્યૂમાંથી પસાર થવું પડશે.

ફેસબુકના આ પગલાં બાદ કોઇ પણ યુઝર્સનાે ડેટા તેની મંજૂરી વગર ઉપયોગ નહીં કરી શકે. આ સુવિધા ઇન્સ્ટાગ્રામના યુઝર્સ માટે પણ લાગુ કરાઇ છે. ફેસબુકે કહ્યું કે આ પરિવર્તનને કારણે કોઇ કોમેન્ટમાં અપાયેલું યુઝર્સનું નામ અને વિગતો હટી જશે. નિષ્ણાતોનું કહેવું છે કે હજુ પણ સાત થર્ડ પાર્ટી વેબસાઇટ ફેસબુક યુઝર્સના ડેટાને એક્સિસ કરવાના અધિકારનો ખોટો ઉપયોગ કરી રહી છે.

શું છે કેમ્બ્રિજ એનાલિટિકા?
કેમ્બ્રિજ એનાલિટિકા અમેરિકાની એક મોટી ડેટા એનાલિસિસ ફર્મ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું ત્યારથી તે ચર્ચામાં આવી. ર૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની શ્રેય પણ કેમ્બ્રિજ એનાલિટિકાને અપાયો. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ કેમ્બ્રિજ એનાલિટિકાની સ્થાપના અમેરિકામાં યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ર૦૧૩માં કરાઇ હતી. ટ્રમ્પ પહેલાં આ કંપનીએ રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝ માટે કામ કર્યું હતું

divyesh

Recent Posts

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

23 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

26 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

30 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

34 mins ago

ભારતની મોટી સફળતા: ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર:  ભારતે રવિવારે મોડી રાતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બે‌િલસ્ટિક…

38 mins ago

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા 19ને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા…

48 mins ago