Categories: World Trending

ડેટાલીકઃ ફેસબુકને મોટો ફટકો, ૩૫ અબજ ડોલરનું નુકસાન

સાનફ્રાન્સિસ્કો: ફેસબુકમાં ડેટાલીકનો મામલો સામે આવવાથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. કરોડો યુઝર્સના ડેટાલીકના મામલામાં ફેસબુકને જબરદસ્ત ફટકો પડ્યો છે. સોમવારે ફેસબુકનો શેર સાત ટકા ખખડી ગયો હતો અને કંપનીની માર્કેટ વેલ્યુમાં ૩૫ અબજ ડોલર સુધીનો કડાકો બોલી ગયો છે.

શેરની કિંમત ઘટવાના કારણે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને એક િદવસમાં ૬.૦૬ અબજ ડોલરનું એટલે કે અંદાજે રૂ. ૩૯૫ અબજનું નુકસાન થયું છે. અમેરિકાને યુરોપના સાંસદોએ માર્ક ઝકરબર્ગને સંસદ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. તેઓ જાણવા ઈચ્છે છે કે બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીતવામાં કંઈ રીતે મદદ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર પાંચ કરોડ ફેસબુક યુઝર્સના પ્રાઈવેટ ડેટાની ચોરી કરવાનો આક્ષેપ થયો છે. આ જાણકારીનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકન અને યુરોપિયન સાંસદોએ ફેસબુક ઈન કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો છે.

ફેસબુક અગાઉ જણાવી ચૂકી છે કે ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી પહેલા તેના પ્લેટફોર્મનો પ્રચાર પસાર કરનાર રશિયન લોકોએ કઈ રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ તેને લઈને માર્ક ઝકરબર્ગ ક્યારેય વિવાદમાં ઘેરાયા ન હતા. આ મામલાના કારણે સોશિયલ નેટવર્કિંગ સાઈટના કડક રેગ્યુલેશન માટે પણ દબાણ થઈ શકે છે.

બ્રિટનના એક સાંસદે જણાવ્યું હતું કે દેશના પ્રાઈવસી વોચ ડોગને વધુ તાકાત મળવી જોઈએ. કોન્ઝર્વેટિવ લીડર અને યુકે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ ડેમિયન કોલિન્સે એલબીસી રેડિયોને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે આપણે બ્રિટનમાં ઈન્ફર્મેશન કમિશનને વધુ સત્તા આપવા પર વિચાર કરવો જોઈએ. ફેસબુકે જણાવ્યું હતું કે ફેસબુકના લોગઇન સ્ટૂલ્સનો ઉપયોગ લોકોને સાઈનઅપ કરવા માટે કર્યો હતો.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

4 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago