3D ટચ આઇફોન માટે ફેસબુકનું નવું અપડેટ

ફેસબુકે એપલ 3D ટચવાળા નવા આઇફોન માટે પહેલાં જ કેટલાક ફીચર્સ આપી દીધા હતા અને હવે વધારે એક ફીચર્સ એડ કર્યું છે. જોકે આ ફિચર્સ iPhone 6S અને 6S પ્લસ યુઝર્સ સુધી પહોંચતાં થોડોક સમય લાગશે.

iOSના સાપ્તાહિક અપડેટ હેઠળ ફેસબુકે iPhone 6S અને 6S પ્લસ યુઝર્સ માટે ‘Peek’ અને ‘Pop’ જેસ્ચર ફીચર્સ રજૂ કર્યા છે. આ  ફીચર્સને યુઝ કરવા માટે આઇફઓન યુઝર્સે કોઇ યુઝરના ફેસબુક પ્રોફાઇલ, લિંક અને પેજ પર ધીમેથી પ્રેસ કરવાથી એક પ્રિવ્યું ટેબ ઓપન થશે, જ્યારે કે જોરથી પ્રેસ કરવાથી અથવા તો ‘Pop’ કરવાતી લિંક ઓપન થશે. તેનાથી યુઝર્સને ઓપ્શન સિલેક્ટ કરવામાં
સરળતા રહેશે.

નવા અપડેટની સાથે ફેસબુક એપ આઇકન પર ‘ક્વિક એક્શન’ પણ મળશે જેનો શોર્ટકટ હોમ ઉપર પણ બનાવી શકાશે. તેને ક્લિક કરતાંની સાથે જ યુઝર્સ ફેસબુકના પ્રોફાઇલ પર પહોંચી જશે.

You might also like