Facebookએ Delete કર્યા 58 કરોડથી વધુ ફર્જી એકાઉન્ટ, હટાવી આપત્તિજનક પોસ્ટ

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે છેલ્લાં ત્રણ મહિનામાં 58.3 કરોડથી અધિક એવા ફર્જી એકાઉન્ટને બંધ કરી દીધેલ છે કે જે લોકો સેક્સ અને હેટ સ્પીચને પ્રોત્સાહન આપી રહેલ છે. આ એકાઉન્ટ્સને બંધ કરવા માટે ફેસબુક લાંબા સમયથી કામ કરી રહ્યું હતું જેનાંથી તેઓ પોતાનાં બિઝનેસ કરવાના નુસખાને વધારે પારદર્શી બનાવી શકે.

માર્ક ઝુકરર્ગે લખી પોસ્ટઃ
આ વાતની જાણકારી ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પોતાની એક પોસ્ટને આધારે આપી છે. ફેસબુકે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ઉપયોગ અને ટેક્નોલોજીની મદદથી અંદાજે ગ્રાફિક વોઇલેન્સવાળી પોસ્ટને ડિલીટ કરવામાં આવી છે.ફેસબુકે ખુદ 38 ટકા કન્ટેન્ટને ઓળખ્યાં જ્યારે બાકી દરેકની ફરિયાદ ફેસબુક યૂઝર્સ દ્વારા કરવામાં આવી હતી.

સૌથી વધારે પોસ્ટ કે જેનાં વિશે ફેસબુક યૂઝર્સે પોતાની ચિંતા દર્શાવી છે અને તે છે એડલ્ટ ન્યૂડિટી અથવા સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી હતી. જો કે બાળકો પર થનારા યૌન અપરાધ અથવા ફરી પોર્નને આ રિપોર્ટમાં કવર નથી કરવામાં આવેલ. ઓક્ટોમ્બર-ડિસેમ્બર 2017ની જેમ જ 2018 પહેલા ત્રણ મહિનામાં પણ આ પ્રકારની પોસ્ટની સંખ્યા અંદાજે 21 મિલિયન રહી છે.

આ સાથે જ કંપનીએ પોતાનાં પ્લેટફોર્મ પર હાજર 200થી વધુ એપ્સની લિંકને હટાવી દીધેલ છે. કંપનીએ કહ્યું કે આ એપ્સ યૂઝર્સનાં પર્સનલ ડેટાને ખોટી રીતે ઉપયોગ કરી રહ્યાં હતાં. ફેસબુકની પ્રોડક્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઇમી આર્કબોંગે જાણકારી આપતા કહ્યું કે હાલમાં તો આ મામલાની તપાસ ચાલી રહી છે અને અમારા એક્સપર્ટ્સ આ એપ્સની તપાસ કરી રહ્યાં છે.

વગર એલર્ટે કર્યા Delete:
જાણકારીનાં જણાવ્યા અનુસાર, ફેસબુકે અંદાજે 19 લાખ એવી પોસ્ટની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે કે જે આતંકીનાં વિચારોને પ્રોત્સાહન આપનારી હતી. કંપનીનાં જણાવ્યા મુજબ આ દરેકને વગર કોઇ એલર્ટે ડિલીટ કરી દેવામાં આવી કે જેનો શ્રેય કંપનીએ શ્રેષ્ઠ ફોટો ડિટેક્શન ટેક્નોલોજીને આપવામાં આવ્યો.

You might also like