FACEBOOK પોતાના ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યા 3 નવા ફિચર્સ

ફેસબુકે પોતાની સ્ટોરી સર્વિસ વધારવા માટે ભારતમાં 3 નવા ફિચર્સ લોન્ચ કરી દીધા છે. હવે યૂઝર્સ ફેસબુક પર પોતાના ફોટો, વીડિયો પછીથી જોવા માટે સેવ કરી શકશે, વોઈસ પોસ્ટ અપલોડ કરી શકશે અને સ્ટોરીઝને આર્કાઈવ કરી શકશે. આર્કાઈવના ફીચરની મદદથી યુઝર્સ સ્ટોરીઝને ફરીથી જોઈ શકશે. આ ફીચર ભારતમાં પહેલા જ લાઈવ કરી દેવામાં આવ્યા છે.

યૂઝર્સ હવે ફેસબુક કેમેરાથી ક્લિક કરવામાં આવેલા ફોટોસ અને વીડિયો સેવ કરી શકશે. વાસ્તવમાં ફેસબુકનો આ ફીચર લોન્ચ કરવા પાછળનો આઈડિયા એ છે કે, યુઝર્સની સ્પેસ સ્માર્ટફોન પર બચાવવામાં આવે અને ફોટો, વીડિયો ક્લાઉટ પર સેવ થઈ જાય. ત્યારપછી તે સેવ્ડ વીડિયો અને ફોટોઝને શેર પણ કરી શકાશે.

સબુક સ્ટોરીઝના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર કૉનર હેઝએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મ પર માત્ર તે જ વીડિયો અને ફોટો સેવ કરી શકાશે જે ફેસબુક કેમેરાની મદદથી ક્લિક કરવામાં આવ્યા હોય. આ ફીચર એન્ડ્રોઈડ ફેસબુક માટે અત્યારે ઉપલબ્ધ છે. જો કે કંપનીએ હજી સ્પષ્ટ નથી કર્યું કે એપલ યુઝર્સ માટે iOS પ્લેટફોર્મ પર પણ આ ફીચર આપવામાં આવશે કે નહીં.

આ સિવાય વૉઇસ પોસ્ટ ફિચર્સની મદદથી યૂઝર્સ જે રીતે સ્ટોરી પોસ્ટ કરે છે તે જ રીતે ઑડિયો નૉટ્સ પોસ્ટ કરી શકશે. આ ઑડિયો નૉટ્સની સાથે હેંડસેટમાં સેવ્ડ ઇમેજને પણ જોડી શકાશે. હેઝે જણાવ્યુ કે, વોઈસ પોસ્ટની મદદથી લોકો નવી રીતે પોતાની ભાવનાઓ લોકો સાથે શેર કરી શકશે. કહેવામાં આવે છે કે આ ફીચર સ્લો નેટવર્ક કંડિશન પર પણ કામ કરશે.

જો કે વોઈસ પોસ્ટ ફીચરમાં માત્ર 20 સેકન્ડનું જ રેકોર્ડિંગ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ફીચર અત્યારે FBLite માટે આપવામાં આવ્યું છે અને ટુંક સમયમાં રેગ્યુલર ફેસબુકની એન્ડ્રોઈડ એપ માટે લોન્ચ કરવામાં આવશે. વોઈસ પોસ્ટ સ્ટોરીઝની જેમ કામ કરશે, જે 24 કલાક પછી જાતે જ ગાયબ થઈ જશે.

ફેસબુક સ્ટોરીઝના આર્કાઈવ ફીચરની મદદથી યુઝર્સ પોતાની સ્ટોરીઝને પછીથી જોવા અને શેર કરવા માટે સેવ કરી શકશે. આ ફીચર ટુંક સમયમાં આવી જશે. યુઝર્સને પુછવામાં આવશે કે તમે તમારી સ્ટોરીઝને આર્કાઈવ કરવા માંગો છો કે નહીં. જો તમે સ્ટોરીને આર્કાઈવ કરવા નથી માંગતા તો તમારી પાસે તે વિકલ્પ પણ હશે. હેઝે જણાવ્યુ કે, જો તમને પૂછવામાં આવે કે તમે તમારી સ્ટોરીઝ આર્કાઇવ કરવા ઇચ્છો છો કે નહીં, આ માટે તમારે ‘ઓકે’ પર ટેપ કરવાનું રહેશે. જો તમે તમારી સ્ટોરીઝ અર્કાઇવ કરવા નથી ઇચ્છા તો તમે પાસે ના કરવાનો પણ ઑપ્શન હશે. તમે ફરી આ આર્કાઇવ સ્ટોરીઝને જોઇ શકશો અને પોસ્ટ તરીકે શૅર પણ કરી શકશો.

You might also like