Facebook રશિયા-ઈરાન સાથે સંકળાયેલ 652 ફેક અેકાઉન્ટ કર્યાં ડીલિટ

વોશિંગ્ટન: ફેસબુકે મંગળવારે મોડી રાત્રે રશિયા અને ઇરાન સાથે સંકળાયેલા ૬પર ફેસબુક એકાઉન્ટસ અને પેજને ડીલિટ કરી નાખ્યા છે. ફેસબુકને શક હતો કે આ એકાઉન્ટ દ્વારા અમેરિકા, યુકે, મિડલ ઈસ્ટ અને લેટિન અમેરિકામાં રાજકીય દખલગીરી કરવામાં આવી રહી હતી.

ફેસબુકના જણાવ્યા અનુસાર આ એકાઉન્ટસ અને પેજ દ્વારા અલગ અલગ પ્રકારનાં અભિયાન ચલાવવામાં આવી રહ્યાં હતાં. તેમાંથી ત્રણ એકાઉન્ટ ઇરાન સાથે સંકળાયેલાં હતાં. બીજી બાજુ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે સાયબર સિકયોરિટી એ એક એવો મુદ્દો છે જેનો સંપૂર્ણ ઉકેલ કયારેય આવી શકે નહીં. તેમ છતાં અમે તેને સતત વધુ સારું કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

ફેસબુકે જણાવ્યું હતું કે ઇરાન સાથે સંકળાયેલ એક નકલી એકાઉન્ટ પર ‘લિબર્ટી ફ્રન્ટ પ્રેસ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. તેને ઇરાની મીડિયાનું પણ સમર્થન મળ્યાની વાત સામે આવી છે. બીજી બાજુ ત્રણ અન્ય ગ્રૂપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી આવ્યાં છે.

તેમાં મીડલ ઈસ્ટ, યુકે, યુએસ અને લેટિન અમેરિકા સાથે સંકળાયેલ રાજકીય ઇન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવી રહી હતી. તેમાંથી કેટલાક એકાઉન્ટ ર૦૧૩થી ચાલી રહ્યાં હતાં.

આ નકલી પેજને ૧.પપ લાખ લોકો ફોલો કરી રહ્યા હતા. એક ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરખબર માટે ઓગસ્ટ ર૦૧૮માં જ ૬,૦૦૦ ડોલર (રૂ.૪.૧૮ લાખ) ખર્ચવામાં આવ્યા હતા. ફેસબુક પેજના માધ્યમથી ચાલનારી કેમ્પેન પર નજર રાખનાર સાયબર સિકયોરિટી કંપની ફાયર આઇએ જણાવ્યું હતું કે ફેસબુકના ફેક એકાઉન્ટ અને પેજ એન્ટી સાઉદી, એન્ટી ઇઝરાયલ અને એન્ટી પેલેસ્ટાઇન થીમ પર આધારિત હતા. તેમાં ઇરાનનો પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોવાનું પણ બહાર આવ્યું હતું.

સાથે જ ઇરાનની તરફેણમાં થતાં અમેરિકન ડીલને ફેક એકાઉન્ટના માધ્યમ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત ટ્રમ્પ વિરોધી મેસેજ પણ મોકલવાની માહિતી મળી છે. જોકે આ ફેસબુક એકાઉન્ટમાં ર૦૧૬ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સાથે કોઇ લિન્ક હોવાનું બહાર આવ્યું નથી.

You might also like