FACEBOOKએ આ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓને આપ્યો ડેટા…….

FACEBOOK એ મંગળવારે સ્વીકાર્યુ કે તે 4 ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપનિઓને ડાટા શેર કરી રહ્યુ છે. ફેસબુક જે કંપનીઓને પોતાના યુઝર્સનો ડાટા શેર કરે છે તેમાં દુનિયાની ત્રીજી મોટી મોબાઈલ કંપની નિર્માતા કંપની HUAWEIનું પણ નામ છે. જણાવી દઈએ કે HUAWEI પર અમેરિકી ખુફિયા એજન્સીઓએ પણ ડાટા વેચવાનો આરોપ લગાવ્યો હતો અને લોકોને કંપનીના સ્માર્ટફોન ન વાપરવા માટેની સલાહ આપી હતી.

FACEBOOKએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે તેણે HUAWEI, LENOVO GROUP, OPPO અને TCL કોર્પ સમેત દુનિયાભરની 60 કંપનીઓ સાથે ડાટા શેર કર્યો છે. જણાવી દઈએ કે રવિવારે ન્યૂયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ સામે આવવાથી જેનાથી ભારે હોબાલો મચ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફેસબુકે દુનિયાભરની 60 કંપનીઓ સાથે પૈસા લઈને યૂઝર્સનો ડાટા શેર કર્યો છે.

આ લિસ્ટમાં એપ્પલ, એમેઝોન, બ્લેકબેરી, માઈક્રોસોફ્ટ અને સેમસંગના નામ પણ શામેલ છે. ખાસ વાત એ છે કે તમારી સાથે સાથે તમારા મિત્રોનો પણ ડાટા આ કંપનીઓ સુધી પહોંચ્યો છે. રિપોર્ટ સામે આવ્યા બાદ ફેસબુકે કહ્યુ છે કે HUAWEIની સાથે તેમની ડીલ આ સપ્તાહે જ ખતમ થઈ રહી છે.

રિપોર્ટ પ્રમાણે, મોબાઈલ મેકર્સ સાથે આ ડીલ 2010ના પહેલા જ કરી લેવામાં આવી હતી. ડિવાઈસ કંપનીઓને યુઝર્સોનો ડાટા પહોંચાડવાના સંબંધમાં ફેસબુકે પોતાના મિત્રોની સ્પષ્ટ સહમતી પણ નથી લીધી. જ્યારે તેણે પોતાના યુઝર્સો સાથે સ્પષ્ટ જાહેરાત કરી છે કે તે તેમની સહમતી વગર બાહરી લોકોની સાથે તેમની કોઈ જાણકારી શેર નહિ કરે.

You might also like