વેલેન્ટાઇન્સ ડે પર કસ્ટમર્સને ગિફ્ટ, હવે Jio ફોનમાં ચાલશે Facebook એપ

વિશ્વમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઉપયોગ થનાર એપ ફેસબુક હવે સૌથી સસ્તા 4G ફીચર ફોન જિયો ફોન પર પણ ચાલશે. જિયો ફોનનાં લગભગ 1 કરોડ યૂઝર્સને આનો ફાયદો થશે. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે રિલાયન્સનાં આ નિર્ણય બાદ જિયો ફોન યૂઝર્સ ફિચર ફોન પર પણ સ્માર્ટફોનની મજા માણી શકશે.

ફેસબુકની એક સ્પેશિયલ એપ હવે ભારતનાં સ્માર્ટફોન એટલે કે જિયોફોન પર 14 ફેબ્રુઆરીનાં રોજ આજથી ઉપલબ્ધ થશે. ફેસબુક એપનું આ નવું સંસ્કરણ વિશેષ રૂપથી Jio ફોનમાં ચાલી રહેલ Kai ઓપરેટીંગ સિસ્ટમ માટે તૈયાર કરવામાં આવેલ છે.

તમને જણાવી દઇએ કે કાઇ OS એક વેબ આધારિત ઓપરેટીંગ સિસ્ટમ છે કે જેનાં પર અત્યાર સુધી યૂઝર્સ ફેસબુકનો ઉપયોગ વેબનાં આધારે કરી રહ્યાં હતાં પરંતુ તેઓ હવે જિયો ફોનમાં પણ ફેસબુક એપ ચલાવી શકશે. જિયો ફોન ફેસબુક પર આવનાર પુશ નોટિફિકેશન, વીડિયો અને એક્સટરનલ કન્ટેટ લિંકને પણ સપોર્ટ કરશે.

જિયોનાં ડિરેક્ટર શ્રી આકાશ અંબાણીએ કહ્યું હતું કે,“જિયોફોન વિશ્વનો સૌથી વાજબી સ્માર્ટફોન છે કે જે ફીચર ફોનમાંથી સ્માર્ટફોનમાં માઇગ્રેટ થવા ભારતીયો માટે પરિવર્તનકારક ટેકનોલોજી ધરાવે છે. જિયો ફોન હવે વિશ્વની ટોચની એપ્લિકેશન આપશે કે જેની શરૂઆત ફેસબુકથી કરશે.

જિયો કે જે વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક ધરાવે છે. તેને દરેક ભારતીયોને ડેટાનાં પાવર મેળવવા માટે બનાવવામાં આવેલ છે. જિયો ફોન પણ આ જિયો અભિયાનનું એક અભિન્ન અંગ છે.”

ફેસબુકનાં મોબાઇલ પાર્ટનરશિપનાં વાઇસ પ્રેસિડન્ટ ફ્રાન્સિસ્કો વારેલાએ કહ્યું હતું કે,“જિયો સાથેની અમારી પાર્ટનરશિપને લઈ અમે વધારે રોમાંચિત છીએ. જિયો ફોનનો ઉપયોગ કરી રહેલાં લાખો લોકોને ફેસબુકનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની અમે તક આપીશું. વધુમાં તેઓએ કહ્યું કે જિયો જેવા પાર્ટનર્સ સાથે કામ કરીને અમે દરેક વ્યક્તિને દરેક જગ્યાએ જોડાયેલાં રહેવાનાં લાભ મેળવવાની તક સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ.”

You might also like