facebook ભારતીયો માટે લાવી રહ્યું છે ખાસ ફીચર, જરૂરીયાત પર મળશે રક્તદાતા

ન્યુ દિલ્હીઃ ફેસબુક હવે એક એવું ફીચર લોન્ચ કરશે કે જેનાં આધારે જરૂરિયાતનાં સમયે બ્લડ ડૉનર અને બ્લડ મેળવનાર બંને એકબીજાં સાથે કનેક્ટ થઇ જશે. આ ફીચર ફેસબુક પર નેશનલ બ્લડ ડૉનર ડે એટલે કે 1લી ઓક્ટોમ્બરથી લાઇવ થશે. આ ફીચરનાં લૉન્ચ થવા બાદ યૂઝર્સ આનાં પર પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. આનાં દ્વારા બ્લડ ન મેળવ્યાં બાદ થતાં અનેક મોતની સંખ્યામાં પણ ઘટાડો થઇ શકશે.

માર્ક ઝુકરબર્ગે આપી જાણકારીઃ
– માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર કરેલ પોસ્ટમાં ખુદ પોતે જ આ વાતની જાહેરાત કરી છે. એમને લખ્યું છે કે ભારતમાં સ્વચ્છ લોહીની ઊણપ છે અને અહીં અનેક પરિવાર સોશિયલ મિડીયા દ્વારા બ્લડ ડોનેટ કરનારની શોધ કરતાં હોય છે. આ જોઇને જ કંપની આ ફીચર ફેસબુક પર રજૂ કરવા જઇ રહી છે. આનાં દ્વારા બ્લડ ડૉનર, હૉસ્પિટલ અને દર્દી આસાનીથી એકબીજાં સાથે સંપર્ક સાધી શકશે. આની મદદ દ્વારા નજીકનાં બ્લડ ડૉનર વિશે પણ તમે આસાનીથી જાણી શકશો.

facebook પણ મદદ કરશેઃ
-ફેસબુકે પણ વધુમાં આ અંગે જણાવ્યું કે એનજીઓ, હેલ્થ એક્ષપર્ટ્સ અને બ્લડ ડૉનર્સની સાથે મળી આ દિશામાં અમે પણ મદદ કરીશું.
-ફેસબુક કંપનીનાં પ્રોડક્ટ મેનેજર હેલ્થ હેમા બુદારાજૂ અને સાઉથ એશિયાનાં હેડ ઑફ પ્રોગ્રામ્સ રિતેશ મહેતાએ પણ આ અંગે આશા જગાડી છે કે આ ફીચર લોકોને ભેગાં કરવામાં પણ ઘણું મદદરૂપ થશે, કે જે પહેલાં ન હોતું થતું.

ન્યૂઝ ફિડમાં દેખાશે મેસેજઃ
– બુદારાજૂએ જણાવ્યું કે ફેસબુક પોતાની ન્યૂઝ ફીડમાં એક મેસેજ દેખાડવાનું શરૂ કરશે અને યૂઝર્સને બ્લડ ડૉનેટ કરવાં માટે સાઇન ઇન કરવાં માટે કહેશે. પરંતુ આ મેસેજ પ્રાઇવેટ હશે.
-આનાં આધારે જે બ્લડ ડૉનેટ કરવા માંગશે તે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોતાનાં સ્ટેટસને મુકી શકશે.
-ડૉનર ઇચ્છશે તો પોસ્ટને શેર પણ કરી શકશે અથવા વૉટ્સએપ, મેસેન્જર અથવા ફોન કૉલનાં આધારે બ્લડ મેળવનાર સાથે કોન્ટેક્ટ પણ કરી શકશે. આ ફીચર સૌ પ્રથમ એન્ડ્રોઇડ મોબાઇલ વેબ પર રજૂ કરાશે.

You might also like