Facebook ફરી ફસાયું: એક એપથી ચાલીસ લાખ યુઝર્સના ડેટા સાથે થઈ છેડછાડ

નવી દિલ્હી: ફેસબુકનો ઉપયોગ કરનારા લગભગ ૪૦ લાખ લોકોનો પર્સનલ ડેટા ખોટી રીતે ઉપયોગમાં લેવાયો. આ કામ એક થર્ડ પાર્ટી એપ ‘માય પર્સનાલિટી’ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ફેસબુકે કર્યો છે.

ફેસબુકમાં પ્રોડક્ટ પાર્ટનરશિપના વાઈસ પ્રેસિડેન્ટે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપનીએ આ એપને બેન કરી દીધી છે. જે ૨૦૧૨થી એક્ટિવ હતી.

તેણે પોતાના બ્લોગમાં આગળ લખ્યું છે કે અમે માય પર્સનાલિટીને બેન કરી દીધી છે કેમ કે તેણે અમારી ઓડિટની રિક્વેસ્ટને માની ન હતી એ સ્પષ્ટ છે કે તેણે કોઈ પણ પ્રોટેકશન વગર લોકોની જાણકારી સંશોધકો અને કંપનીઓ સાથે શેર કરી.

કંપનીએ આગળ કહ્યું કે તેમની પાસે હજુ એ વાતના પુરાવા નથી કે ‘માય પર્સનાલિટી’ના જાણકારે યુઝર્સે ફ્રેન્ડસની જાણકારી પણ એક્સેસ કરી છે કે નહીં. અમે આ યુઝર્સના ફેસબુક ફ્રેન્ડ્સને આ અંગે કોઈ જાણકારી આપી રહ્યા નથી. જો એવી કોઈ વાત જાણવા મળે છે તો અમે તરત તેને સૂચના આપીશું.

કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ બાદ ફેસબુકે માર્ચમાં હજારો થર્ડ પાર્ટી એપ પર ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું. ત્યાર બાદથી અત્યાર સુધી ૪૦૦ વધુ એપ્સને ફેસબુક સસ્પેન્ડ કરી ચૂક્યું છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીએ કેટલાક ફેરફારો કર્યા. જેમ કે એપ રિવ્યુને લઈને એક્સપેન્શન જેમાં જો યુઝરે ૯૦ દિવસથી કોઈ એપનો ઉપયોગ ન કર્યો હોય તો તેની જાણકારી તે એપ સાથે શેર કરવામાં નહીં આવે.

divyesh

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

40 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

1 hour ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

2 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago