Video: વ્યારા પાલિકાના પૂર્વ કૉર્પોરેટર બન્યા હિંસક, આધેડ મહિલા અને પુત્રીને માર માર્યો

સુરતના પાટનગર વ્યારા નગરપાલિકાના પૂર્વ કૉર્પોરેટર પ્રકાશ ડોડિયાનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં તેઓ હિંસક જોવા મળી રહ્યા છે. મકાન ખાલી કરાવવા ગયેલ પૂર્વ કૉર્પોરેટર પ્રકાશ ડોડિયાએ આધેડ મહિલાને ધક્કો માર્યો હતો. મહિલાને બચાવવા જતી પુત્રીને પણ પ્રકાશ ડોડિયાએ વાળ પકડીને મારી હતી.

જો કે કૉર્પોરેટરની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કૉર્પોરેટરે બસ સ્ટેન્ડ નજીક આવેલ પોતાનું મકાન ખાલી કરવાનું કહેવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ બાબતે કોર્ટમાં પહેલેથી કેસ ચાલી રહ્યો છે. પ્રકાશ ડોડિયાએ ધમકી આપી હતી કે, તમે કોર્ટમાં કેમ ગયા અને મારું મકાન ખાલી કરો. જો કે વાતચીત દરમ્યાન જ ઉગ્ર બની જતાં કૉર્પોરેટરે આધેડ મહિલા અને તેની પુત્રીને માર માર્યો હતો.

જુઓ પૂર્વ કૉર્પોરેટર પ્રકાશ ડોડિયાની શરમજનક હરકતઃ

You might also like