ઇવેન્ટ્સ અોફ ધ ડે, 11 નવેમ્બર, 2015

• દિવાળીનાં પર્વો: સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે શાસ્ત્રી અાનંદપ્રિયદાસજીની નિશ્રામાં દિવાળીના પર્વ નિમિત્તે ઉજવણીના વિશેષ કાર્યક્રમો યોજવામાં અાવ્યા છે. બેસતા વર્ષના સવારે ૭.૦૦થી ૯.૦૦ અાનંદપ્રિયદાસજીની સભા યોજાશે.

• સર્કસ : મેરા નામ જોકર ફેમ દ્વારા અમદાવાદમાં જૈ‌િમની સર્કસનું અાયોજન કરેલ છે. સ્થળ : ટીવી ટાવર, બોડકદેવ. દરરોજ ૧, ૪ અને ૭

• ફનપાર્ક : વેકેશનમાં બાળકોને ખાસ રાઈડ્સનો
અાનંદ મળી રહે તે માટે ફરી ફનપાર્કનું અાયોજન કરવામાં અાવેલ છે. સ્થળ : અમદાવાદ અેજ્યુકેશન મેદાન, વિજય ચાર રસ્તા.

• પ્રવચન : ગોપાલધામ હવેલી, સીપીનગર, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે મંગળા ૭.૧૫થી ૮.૦૦. હાટડીમાં ઠાકોરજી સમય : સાંજે ૬.૦૦થી ૭.૦૦
– નટવરલાલ શ્યામલાલ મંદિર, ડોશીવાળાની પોળ, કાલુપુર, હાટડી, દિલમાલિકા કાન જગાઈ. સમય : સાંજે ૭.૩૦

અપકમિંગ ઇવેન્ટ્સ
• નાટક : શ‌િશકાંત શાહ પ્રોડક્શનનું મૃગેશ દેસાઈ લિખિત-નિશીથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત ત્રણ ડોબા તોબા તોબા અદ્ભુત સુપરડુપર હિટ કોમેડી નાટક યોજાશે. સ્થળ : ઠાકોરભાઈ દેસાઈ હોલ. તા. ૧૩ નવેમ્બર. સમય : ૬.૩૦, તા. ૧૪ નવેમ્બર સમય : બપોરે ૩.૩૦ અને તા. ૧૫ નવેમ્બર સાંજે ૬.૩૦, ૯.૩૦ અને તા. ૧૬ નવેમ્બર રાત્રે ૯.૩૦ કલાકે

• નાટક : મૃગેશ દેસાઈ લિખિત-દિગ્દર્શિત અને અાયોજક પ્રવીણભાઈ દલાલ અને હાર્દિક શાહ નિર્મિત કન્યા પટાવો સાવધાન કોમેડી નાટકનું અાયોજન કરવામાં અાવેલ છે. સ્થળ : ઠાકોરભાઈ હોલ. સમય : તા. ૧૨ નવેમ્બર ૬.૩૦, ૯.૩૦, તા. ૧૩ નવેમ્બર બપોરે ૩.૩૦ કલાકે

• કોમેડી નાટક : હાર્મી ઇવેન્ટ એન્ડ કલ્ચરલ ગ્રૂપ દ્વારા સાસુ વહુની સંતાકૂકડી નાટક યોજાશે. સ્થળ : ટાઉનહોલ, એલિસબ્રિજ. તા. ૧૪ નવેમ્બર. સમય : ૯.૩૦ કલાકે

• ગરબા મહોત્સવ : વનમાળી વાંકાની પોળમાં છેલ્લાં ૧૩૯ વર્ષથી માંડવી મહોત્સવનું અાયોજન કરવામાં અાવે છે. અા માંડવી મહોત્સવ બેસતા વર્ષથી લઈને પાંચ દિવસ સુધી ચાલે છે, જેમાં માત્ર મહિલા દ્વારા પૌરાણિક ઢબે ગરબા લેવામાં અાવે છે. સ્થળ : શાહપુર વિસ્તાર, વનમાળી વાંકાની પોળમાં. તા. ૧૨થી ૧૬ નવેમ્બર. રાત્રે ૧૦.૦૦ કલાકે

• યુવા શિબિર : રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પાંચ દિવસીય અાયોજિત વિશેષ યુવા શિબિર, ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, ધર્માલય, સેટેલાઈટ ખાતે યોજાશે. અા યુવા શિબિરનું અાયોજન ૧૩થી ૧૭ નવેમ્બર દરમિયાન કરવામાં અાવ્યું છે.
ખાસ કરીને ૧૫થી ૩૫ વર્ષના યંગસ્ટર્સ માટેની અા યુવા શિબિરના અાયોજનમાં યોગ-ધ્યાન-સાધના, પ્રવચનો, લાઈફમાં ધર્મને રિલેટ કરતા પ્રેક્ટિકલ પ્રયોગો, પ્રશ્નોના સમાધાન લાઈફ ચેન્જિંગ ક્વોટ્સ સહિત અાત્મિક વિકાસનું માર્ગદર્શન અપાશે.

• હેરિટેજ ફેસ્ટીવલ : છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં ભવ્ય વારસાને અમદાવાદીઅો સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે તેમજ યંગસ્ટર્સ અને સામાન્ય જનતા અને સંગીતપ્રેમીઅોને એક જ જગ્યાઅે એકત્રિત કરવા માટે હેરિટેજ ફેસ્ટિવલનું અાયોજન કરવામાં અાવ્યું છે. પહેલી વાર હેરિટેજ ફેસ્ટિવલ યુનિસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામનાર અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું અાયોજન કરવામાં અાવ્યું છે. તા. ૨૧ નવેમ્બર.

• નાટક : મનીષ પટેલ પ્રસ્તુત, રાગી જાની નિર્મિત અભિનીત, દિગ્દર્શિત અને વિનોદ જાનીનું ઇન્ટરનેશનલ કોમેડી પ્રીત પિયુને પાનેતર કોમેડી નાટક યોજાશે. સ્થળ : ઠાકોરભાઈ. તા. ૧૩ સાંજે ૯.૩૦ કલાકે અને તા. ૧૪ સાંજે ૬.૩૦ કલાકે.

You might also like