EURO CUP: વેલ્સની ટીમે સનસનાટી મચાવીઃ બેલ્જિયમને બહાર ફેંકી દીધું

લિલેઃ યુરો કપ ૨૦૧૬ના બીજા ક્વાર્ટર ફાઇનલમાં પહેલી વાર રમી રહેલી વેલ્સની ટીમે દુનિયાની બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ૧૯૫૮ બાદ પહેલી વાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાં રમી રહેલી વેલ્સની ટીમે જોરદાર અપસેટ સર્જતા બેલ્જિયમને ૩-૧થી માત આપી હતી.

બેલ્જિયમના ખેલાડી નેન્જેગલોના ગોલના જવાબમાં વેલ્સે બે ગોલ કર્યા અને ૨-૧થી સરસાઈ મેળવી લીધી. વિલિયમ્સે પોતાની ટીમ વેલ્સ તરફથી પહેલો ગોલ કર્યો હતો, જ્યારે બીજો ગોલ બસનકાનુએ કર્યો હતો.

વિલિયમ્સે પહેલા હાફમાં ગોલ કરીને વેલ્સને બરોબરી પર પહોંચાડી દીધી હતી, જ્યારે કાનુએ બીજા હાફમાં શાનદાર ગોલ કરીને બેલ્જિયમ વિરુદ્ધ પોતાની ટીમને ૨-૧થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ વેલ્સના ખેલાડી વોક્સે પોતાની ટીમ વતી ત્રીજો ગોલ કરીને બેલ્જિયમને યુરો કપની બહાર ફેંકી દીધું હતું.

You might also like