EUકોર્ટ ઓફ જસ્ટિસનો ચુકાદ હિજાબ પહેરનારને નોકરીમાંથી કાઢી શકાય

લગ્જમબર્ગ : યૂરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે મંગળવારે ચુકાદો આપ્યો છે કે યૂરોપમાં કંપનીઓ તેવા કર્મચારીઓને પોતાના ત્યા આવતા કોઇ પણ કર્મચારીને રોકી શકે છે જે ધર્મ સાથે જોડાયેલ કોઇ પણ સંકેતને પહેરીને આવે જેનાથી તે સ્પષ્ટ રીતે દેખાય.હિજાબ પહેરીને ઓફીસ આવનાર મહિલા કર્મચારીઓ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

અત્રે નોંધનીય છે કે આ ચુકાદો ફ્રાંસ અને બેલ્જીયમના તે બે મહિલાઓનાં કેસમાં સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને હિજાબ પહેરવાનાં કારણે નોકરીમાંથી હાંકી કઢાઇ હતી. જો કે તમણે પોતાનો હિજાબ ઉતારવાનો ઇન્કાર કરી દીધો હતો જેના કારણે તેમને નોકરીમાંથી કાઢી નખાઇ હતી જેથી તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો.

કોર્ટે પોતાનાં ચુકાદામાં કહ્યું કે કોઇ કંપનીનો આંતરિક નિયમ જે કોઇ પણ રાજનીતિક, દાર્શનીક અને ધાર્મિક સંકેતને પહેરવા પર પ્રતિબંધ લગાવે તેને કોઇ ભેદભાવ તરીકે સ્વિકારી શકાય નહી. જો કે કોર્ટે તેમ પણ કહ્યું કે કોઇ કસ્ટમરની ઇચ્છા બાદ કંપની આવા કોઇ ચુકાદા આપી શકે નહી. ચુકાદા અનુસાર જો કંપની કોઇ પણ પ્રકારની એવી વસ્તુઓને પહેરવા પર પ્રતિબંધ લગાવે છે તો તેને ભેદભાવ માની શકાય નહી.

You might also like