અહીંયા બાળકીઓનું કિડનેપ કરીને કરે છે રેપ, પછી પ્રેગનેન્ટ થતાં જ કરી લે છે લગ્ન

0 3

દુનિયાની દરેક મહિલાઓ પોતાના લગ્નની તારીખ યાદ કરવા ઇચ્છે છે. પરંતુ ઇથિયોપિયાની મોટાભાગની મહિલાઓ પોતાના લગ્નને યાદ કરવા માંગતી નથી. કારણ એવું ડરામણું છે કે તમારા રુંવાટા ઊભા થઇ જશે. હકીકતમાં આ દેશમાં છોકરીઓનું કિડનેપ કરીને એમની સાથે બળત્કાર કરવો એક સામાન્ય વાત છે. પરંતુ કિડનેપ થવાથી લઇને લગ્નની વચ્ચેના સમયગાળામાં છોકરીઓ કેવી તકલીફમાંથી પસાર થાય છે એ શબ્દોમાં પણ કહીં શકાય એવું નથી.

આ દેશમાં મોટાભાગની મહિલાઓના લગ્ન કિડનેપ કરીને કરવામાં આવ્યા છે. ઇથિયોપિયાનની નેશનલ કમિટી ઓન ટ્રેડિશનલ પ્રેક્ટિસેજ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી હતી કે અહીંયા થનારા આશરે 69 ટકા લગ્ન છોકરીઓનું કિડનેપ કરીને કરવામાં આવ્યા હતા. અહીંયા 11 વર્ષ સુધીની બાળકીનું કિડનેપ કરવામાં આવે છે. પુરુષ પોતાના સાથીઓ સાથે મળીને પહેલા છોકરીઓનું કિડનેપ કરે છે. પછી પોલીસથી બચવા માટે છોકરીઓને છુપાડીને રાખે છે. એ દરમિયાન પુરુષ છોકરીનો ત્યાં સુધી રેપ કરી નાંખે છે, જ્યાં સુધી એ પ્રેગનેન્ટ ના થઇ જાય. પુરુષ એના બાળક પર અધિકાર જમાઇને એની સાથે લગ્ન કરી લે છે. આ સુપ્રથા આ દેશમાં ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે.

આમાં છોકરીઓનો અભ્યાસ પણ છૂટી જાય છે. ઓછી ઉંમરમાં માં બનવાને કારણે છોકરી ફિઝીકલી અને મેન્ટલી ટોર્ચર થાય છે. ઇથોપિયાની સરકારે આ સુપ્રથાને રોકવા માટે 2004માં લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 વર્ષ ફરજિયાત કરી દીધી હતી. પરંતુ તેમ છતાં પણ આ સુપ્રથા પર રોક લાગી નથી. હાલમાં પણ ઘણી છોકરીઓ પોતાની નર્ક જેવી જીંદગી જીવી રહી છે.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.