ESICની ક્રિસમસ ગીફ્ટ : આવક મર્યાદા 15થી વધારી 21 હજાર કરાઇ

નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC)એ કર્મચારીઓને નાતાલની ગીફ્ટ આપતા તેમની માસિક આવકની સીમાને 15 હજારથી વધારીને 21 હજાર રૂપિયા કરી દીધી છે. નવા નિર્ણય 1 જાન્યુઆરી, 2017થી લાગુ પડશે. અત્યાર સુધી ESICનો ફાયદો માત્ર તે કર્મચારીઓને જ મળતો હતો જેમની આવક 15 હજારથી ઓછી હોય.

ESIC દ્વારા નવા નિર્ણય બાદ 21 હજાર સુધીની આવક ધરાવતા કર્મચારીઓને પણ તેનો લાભ મળી શકશે. આનો લાભ લેવા માટે કર્મચારીઓ માત્ર એક ડેક્લેરેશ ફોર્મ ભરવું પડશે. જ્યારે ESICનાં તે જુના સભ્યોનું સભ્યપદ યથાવત્ત રહેશે જે પહેલાથી જ તેનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ આવક 15 હજારથી વધી જવાનાં કારણે સ્કીમમાંથી બહાર થઇ ગયા હતા.

આ યોજના માટે ESIC જુના વીમાઓને અપડેટ કરશે અને તેના માટે કર્મચારીઓને આધાર કાર્ડ આપવું ફરજીયાત રહેશે. નવા સભ્યોને તેનો લાભ લેવા માટે પોતાની અરજી ESICની વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે. સાથે સાથેતેનું આવક વર્ગમાં આવતો હોવાનું ડેક્લેરેશન પણ આપવાનું રહેશે.

You might also like