EPFO ચાલુ વર્ષે ૮.૬૫ ટકાનો વ્યાજદર યથાવત્ રાખશેઃ ૨૧મીએ બોર્ડની બેઠક

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર ૮.૬૫ ટકા વ્યાજ દર ચાલુ રાખી શકે છે. ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે. તેના કારણે ઈપીએફઓના પાંચ કરોડ જેટલા સબસ્ક્રાઈબર્સને ફાયદો મળશે.

ઈપીએફઓએ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદર ૮.૬૫ ટકા યથાવત્્ રાખવા માટે આ મહિનાના આરંભમાં રૂ. ૨૮૮૬ કરોડના એક્સચેઈન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)નું વેચાણ કર્યું છે. ઈપીએફઓ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજદરની જાહેરાત કરી હતી. આ અગાઉ ૨૦૧૫-૧૬માં વ્યાજદર ૮.૮ ટકા હતો. સૂત્રોનું કહેવું છે કે ઈપીએફઓને રૂ. ૧,૦૫૪ કરોડ પર ૧૬ ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે.

આ આવક ચાલુ નાણાકીય વર્ષમાં ઈપીએફના સભ્યોને ૮.૬૫ ટકા વ્યાજ ચૂકવવા માટે પર્યાપ્ત છે. ઈપીએફઓ ઓગસ્ટ-૨૦૧૫થી ઈટીએફમાં રોકાણ કરી રહ્યું છે. ઈપીએફઓ અત્યાર સુધીમાં ઈટીએફમાં રૂ. ૪૪,૦૦૦ કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. અત્યાર સુધી ઈપીએફઓએ આ મૂડી રોકાણ દ્વારા થયેલો નફો ઉપાડ્યો નથી. ચાલુ નાણાકીય વર્ષની આવકના અંદાજ બાદ ઈટીએફ વેચવાનો નિર્ણય કર્યો છે.

ઈપીએફ પર વ્યાજદર પી.એફ. ફંડના રોકાણ પર મળતા રિટર્નના આધારે નક્કી કરવામાં આ‍ે છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન સરકારી જામીનગીરી પર રિટર્ન સતત ઘટી રહ્યું છે. સરકારે ૨૦૧૫માં ખરીદેલા ઈપીએફઓના કેટલાક શેરને પણ વેચવાનું પ્લાનિંગ કર્યું છે કે જેથી વ્યાજદર ૮.૬૫ ટકા યથાવત્્ રાખી શકાય.

You might also like