EPFOના સભ્યો માટે LIC જેવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારી

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના સભ્યો માટે એલઆઇસી પેન્શન સ્કીમની જેમ પેન્શન યોજના લાવવાની તૈયારી ચાલી રહી છે અને જેના પગલે સભ્યોને વધુ સારું પેન્શન આપી શકાશે. ઇપીએફઓએ આ દિશામાં કાર્યવાહી કરવા માટે એલઆઇસી પેન્શન સ્કીમ સહિત સરકારની બીજી પેન્શન સ્કીમોનો અભ્યાસ કરવાની વાત કરી છે.

સીબીટીની ર૧૮મી બેઠકની મિનિટ્સ અનુસાર સીબીટી મેમ્બર એમ.જે.રાવે જણાવ્યું છે કે અટલ પેન્શન સ્કીમ ઇપીએફ સ્કીમથી વધુ સારી છે. તેમણે જણાવ્યું હતું કે પેન્શન યોજનાઓમાં ખામી છે અને આપણે તેનો અભ્યાસ કરવો જોઇએ કે જેથી સરકાર પોતાની પેન્શન સ્કીમ હેઠળ કઇ રીતે વધુ સારું પેન્શન મળે તે માટે પગલાં લઇ શકે અને ઇપીએસ હેઠળ વધુ સારું પેન્શન આપી શકે.

તેમણે જણાવ્યું હતું કે એલઆઇસીની પેન્શન સ્કીમ ઘણી સારી છે. આ મામલામાં સેન્ટ્રલ પીએફ કમિશનરે જણાવ્યું છે કે અમે તેનો અભ્યાસ કરીશું. સીબીટીના મેમ્બર એ.કે.પદ્મનાભમે જણાવ્યું છે કે વર્તમાન કો‌િન્ટ્રબ્યૂશન હેઠળ જે પેન્શન રિટર્ન મળી રહ્યું છે તે સારું છે એમ કહી શકાય નહીં. આ સંજોગોમાં ઇપીએફઓએ ઇપીએસ સ્કીમનો અભ્યાસ કરવો જોઇએ.

બીજી બાજુ સેન્ટ્રલ પીએફ કમિશનર વી.પી. જોયે જણાવ્યું છે કે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ સરકારની બીજી પેન્શન સ્કીમથી અલગ છે. તેમાં સભ્યના કો‌િન્ટ્રબ્યૂશન અને તેના પર મળતા રિટર્નના આધારે પેન્શન આપવામાં આવે છે. આ સંજોગોમાં આ સ્કીમને સરકારની બીજી સ્કીમ સાથે સરખાવી શકાય નહીં.

You might also like