EPF પેન્શનર્સને ફ્રી મેડિકલ સુવિધા મળશે

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબર છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના પેન્શનધારકોને વિનામૂલ્યે મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરશે. ઇપીએફઓ પોતાની પેન્શન સ્કીમ હેઠળ બેનિફિટ વધારવા અને ઇપીએફના સભ્યોને નિવૃત્તિ બાદ જરૂરી સપોર્ટ આપવા માટે એક યોજના તૈયાર કરી રહ્યું છે. ઇપીએફઓના આ પગલાથી ૫૦ લાખ પેન્શનર્સને ફાયદો થશે.

પેન્શનર્સને મેડિકલ ફેસિલિટી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) દ્વારા પૂરી પાડવામાં આવશે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ડો. વી. પી. જોયે જણાવ્યું છે કે ઇપીએફઓના પેન્શનર્સને વિનામૂલ્યે તમામ તબીબી સુવિધા પૂરી પાડવાના પ્રસ્તાવ પર સક્રિય વિચારણા ચાલી રહી છે. આ અંગેનો નિર્ણય લેતાં પહેલાં પ્રસ્તાવ પર કાનૂની અને નાણાકીય રીતે વિચારણા કરવામાં આવશે. આ અગાઉ પણ ઇપીએફઓ આ પ્રકારનો લાભ પેન્શનર્સને આપવા માટે સૂચન આપી ચૂક્યું છે.

You might also like