new-poster-of-movie-padmavati - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

'પદ્માવતી'નું નવું પોસ્ટર રિલીઝ, દિપીકાનો નીડર રાજપૂતાણીનો લુક તમને ગમશે

Deepika

બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ, અભિનેતા રણવીર સિંહ અને અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ ‘પદ્માવતી’ ટૂંક સમયમાં જ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની તારીખ નજીક આવી રહી છે, એવામાં દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે.

પહેલા આ ફિલ્મના કલાકારોનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો, પછી ફિલ્મનું ટ્રેલર અને પછી ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ગીતને પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના બાદ દર્શકો આ ફિલ્મ જોવા માટે હવે આતુર બન્યા છે.

આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રાણી પદ્માવતી બનેલી દિપીકાના ચહેરા પર દુખના ભાવ જોવા મળી રહ્યા છે. દિપીકાની આસપાસ રાજપૂત મહિલાઓ જોવા મળી રહી છે. જો કે આ સીન જૌહરનો હશે તેવું લાગી રહ્યું છે.

Deepika-11


ફિલ્મમાં દિપીકાનો નવો લુક…

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...