Emirates એરલાઇન પોતાનાં નિર્ણયથી પલ્ટી, હવે ફ્લાઇટમાં મળશે હિંદુ ભોજન

દુબઈઃ પ્રમુખ ઇન્ટરનેશનલ એરલાઇન કંપની અમીરાતે પોતાની ફ્લાઇટ્સમાં “હિંદુ ભોજન”ને બંધ કરવાનો નિર્ણય હવે ફેરવી નાખ્યો છે. કંપનીનું કહેવું એમ છે કે તેઓએ આ નિર્ણય ગ્રાહકોનાં વિચારોને લઇને ઉઠાવ્યો છે.

મહત્વની બાબત છે કે એક દિવસ પહેલાં જ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે તે હવે પોતાની ફ્લાઇટ્સમાં “હિંદુ ભોજન”ને બંધ કરી નાખશે અને તેઓનાં હિંદુ યાત્રી હવે “ક્ષેત્ર વિશેષનાં શાકાહારી અને વિશેષ વ્યંજનો”માં કંઇક પસંદ કરી શકે છે.

એમિરેટ્સ એરલાઈન્સે જણાવ્યું હતું કે તેમની આ ફ્લાઈટમાં હવેથી હિંદુ ભોજન ઉપલબ્ધ થશે નહીં. અમે સુવિધાઓની સતત સમીક્ષા કરીએ છીએ અને લોકોનાં આ અંગે પ્રતિભાવ પણ મેળવવામાં આવ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને અમે હવે અમારી ફ્લાઈટનાં મેનુમાંથી હિંદુ ભોજનનો ઓપ્શન નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. તેવું આ કંપનીનું કહેવું હતું.

જો કે હવે કંપનીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, “ગ્રાહકો જોડેથી મળેલી ટિપ્પણીઓનાં આધારે પોતાની ફ્લાઇટ્સમાં “હિંદુ ભોજન”નો વિકલ્પ શરૂ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે આનાંથી હિંદુ યાત્રિઓને સુવિધા ઉપલબ્ધ રહેશે. દુબઇની આ કંપની અનેક ભારતીય શહેરો માટેની ફ્લાઇટોનું પરિચાલન કરે છે.

આ પહેલાં મંગળવારનાં રોજ આ કંપનીએ કહ્યું હતું કે,”ગ્રાહકોને ઉપલબ્ધ ઉત્પાદો અને સેવાઓની નિયમિત સમીક્ષા અંતર્ગત અમીરાત હિંદુ ભોજનનાં વિકલ્પને બંધ કરવાની પુષ્ટિ કરી હતી.” ઉલ્લેખનીય છે કે આ કંપની જૈન ભોજન અને ભારતીય શાકાહારી ભોજન પણ આપે છે.

હિંદુ ભોજનમાં શું હોય છે?
આ ભોજન એવા પ્રવાસીઓ માટે હોય છે, જેઓ શાકાહારી નથી હોતા અને મીટ, માછલી, ઈંડાં અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે. હિન્દુ ભોજનમાં બીફ નથી હોતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગની મોટી એરલાઈન્સ પોતાની ફ્લાઈટમાં શાકાહારી અને માંસાહારી બંને વિકલ્પ આપે છે. એર ઈન્ડિયા અને સિંગાપોર એરલાઈન્સમાં પણ ધાર્મિક ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

You might also like