VIDEO: મધ્યપ્રદેશમાં હાર્દિકનો ઉગ્ર વિરોધ, કાર પર ફેંકાયા ઇંડા અને પથ્થર

મધ્યપ્રદેશઃ જબલપુર પહોંચેલ પાટીદાર નેતા હાર્દિક પટેલની કાર પર ઇંડા અને પથ્થર ફેંકાયા હોવાનો એક મામલો સામે આવ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જબલપુરમાં બીજેપી કાર્યાલયની નજીક તેઓની કાર પર હુમલો કરવામાં આવેલ છે. જ્યાં હુમલો કરવામાં આવ્યો છે ત્યાં ઇંડા ફેંકવામાં આવ્યાં છે.

હકીકતમાં, હાર્દિક પટેલ જબલપુરનાં પનાગરમાં યોજનાર સંમેલનમાં શામેલ થવા માટે જઇ રહ્યાં હતાં. તેવામાં જ તેઓની કાર પર ઓચિંતો જ હુમલો કરવામાં આવ્યો. એવું કહેવાય છે કે તેઓની કાર પર ઇંડા ફેંકવામાં આવ્યાં છે.

આ ઘટના બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, “મધ્યપ્રદેશનાં જબલપુરમાં મામા શિવરાજનાં શિષ્યોએ અમારૂ સ્વાગત ઇંડાથી કર્યું. આજે જબલપુરથી પનાગર જતી વેળાએ આગાચોક પર મારી ગાડી પર બરાબર ઇંડા વડે હુમલો કરવામાં આવ્યો અને નામર્દોની જેમ તેઓ ભાગીને ચાલ્યા ગયાં. અરે મામા શિવરાજ, ઇંડાઓથી આ હાર્દિક રોકાઇ જનારો નથી. બંદૂકની ગોળી ચલાઓ. જ્યાં સુધી અમારામાં લોહી વહે છે ત્યાં સુધી અમારી લડાઇ ચાલુ રહેશે.”

You might also like