CBSEના ધો.10-12ના પરિણામો મેની આ તારીખે થશે જાહેર

CBSE બોર્ડના ધો. 10-12ના વિદ્યાર્થીઓનું પરિણામ મે મહિનામાં છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, એક્ઝામિનેશન ઑફિસના કંટ્રોલરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, પરિણામ મે મહિનાના અઠવાડિયામાં જારી કરી દેવામાં આવશે.

તેમણે આગળ કહ્યુ કે, ”ધો.12નું પરિણામ અઠવાડિયાની શરૂઆતમાં જ્યારે ધો. 10નું પરિણામ અઠવાડિયામાં છેલ્લે જાહેર કરવામાં આવશે. CBSE પરિણામ જાહેર થયાના એક દિવસ પહેલા તારીખોની જાહેરાત કરી દેશે.”

જોકે, આ પહેલા સમાચાર આવી રહ્યા હતા, કે ધો. 12નું પરિણામ 28મે અને ધો. 10નું પરિણામ 30 મેના જાહેર કરવામાં આવશે, ત્યારે બીજી તરફ એક્ઝામિનેશન કંટ્રોલરે આ વાતની સ્પષ્ટતા કરી કે, ”તારીખની જાહેરાત એક દિવસ પહેલા કરવામાં આવશે.”

જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, cbse.nic.in અને results.nic.in પર પરિણામ જોઇ શકશે અને સાથે જ SMSની મદદથી પણ પરિણામ મેળવી શકશે.

SMSની મદદથી પરિણામ જોવા માટે (MTNL), 57766 (BSNL), 5800002 (Aircel), 55456068 (Idea), 54321, 51234 and 5333300 (Tata Teleservices), 54321202 (Airtel), and 9212357123 (NIC) પર મેસેજ કરીને જોઇ શકાશે.

તમને જણવી દઇએ કે, CBSE ધો.10 અને ધો.12ની પરીક્ષા 28 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી.

ધો. 10ની પરીક્ષા માટે કુલ 16,38,428 અને ધો. 12ની પરીક્ષા માટે 11,86,306 વિદ્યાર્થીઓએ અરજી કરી, જેમાં 8 ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ શામેલ થયા હતા.

You might also like