લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો, EDએ સીલ કર્યો લાલુ પરિવારનો મોલ

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. દાનાપુરના રૂપસપુર વિસ્તારમાં આવેલા આરજેડી સુપ્રીમો લાલૂ યાદવનો નિર્માણાધીન મોલ ઇડીએ મંગળવારે સીલ કરી દીધો છે. મંગળવારના રોજ કેટલાક અધિકારીઓ મોલ પહોંચ્યા હતા અને મોલને તાળુ મારી સીલ કરી દેવામાં આવ્યો હતો.

ઇડીએ લાલુ પ્રસાદ યાદવના આ મોલને કોર્ટના આદેશ બાદ સીલ કર્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારના વન પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તન વિભાગે મોલના નિર્માણ પર રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે 750 કરોડના ખર્ચે બની રહેલો આ મોલ બિહારનો સૌથી મોંઘો મોલ માનવામાં આવી રહ્યો હતો.

મોલની જમીન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેના દીકરા તેજ પ્રતાપ અને તેજસ્વી યાદના નામ પર છે. મોલની જમીનનો ખુલાસો બિહારના ડેપ્યુટી સીએમ અને ભાજપના નેતા સુશીલકુમાર મોદી કર્યો હતો. સુશીલ કુમાર મોદીએ આરોપ લગાવ્યો હતો કે આ મોલનું નિર્માણ સ્ટેટ ઇન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટીની મંજૂરી વગર શરૂ કરવામાં આવ્યો હતો.

મોદીએ કહ્યું કે લાલુ યાદવ જાણતા હતા કે તેમનો મોટો દિકરો તેજ પ્રતાપ બિહર સરકારમાં વન તેમજ પર્યાવરણ મંત્રી છે અને તેવામાં મોલ માટે જરૂરી પર્યાવરણ મંજૂરી લેવાની તેમણે જરૂરી સમજી નહોતી અને નિયમનું ઉલ્લંઘન કરી મોલના નિર્માણનું કામ શરૂ કરી દીધું હતું. આ મોલની માટીને પટનાના ચિડીયાઘરમાં 90 લાખમાં વહેંચવામાં આવી હતી. ત્યારબાદ ઇડીએ તેજસ્વી યાદવ અને રાબડી દેવીની પુછપરછ કરી હતી.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

18 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

18 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

18 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

18 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

18 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

18 hours ago