Categories: India

EDએ દિલ્હીમાં લાલૂની પુત્રી મીસાનું ફાર્મ હાઉસ કર્યું સીલ

EDએ સૌથી મોટી કાર્યવાહી કરતાં લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીનાં ફાર્મ હાઉસને સીલ કરી દીધેલ છે. મીસા અને એમનાં પતિ શૈલેષનું ફાર્મ હાઉસ દિલ્હીનાં બિજવાસનમાં છે. મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ તેને સીલ કરી દેવાયેલ છે.

ફાર્મ હાઉસ મિશેલ કંપનીનાં નામ પર ખરીદવામાં આવેલ હતું. વર્ષ 2008-09માં શૈલ કંપનીઓનાં આધારે રૂપિયા આવ્યા હતાં ત્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય પેલમંત્રી હતાં. શૈલ કંપનીઓનાં રૂપિયાથી આ ફાર્મ હાઉસ ખરીદવામાં આવ્યું હતું. એક કરોડ વીસ લાખ રૂપિયા શૈલ કંપનીઓનાં આધારે આવ્યાં હતાં. EDએ આ મામલે મીસા-શૈલેષનાં CA રાજેશ અગ્રવાલની ધરપકડ કરી હતી, જો કે સોમવારે દિલ્હીની એક અદાલતે એમને જમાનત આપી દીધી.

વિશેષ ન્યાયાધીશ નરેશકુમાર મલ્હોત્રાએ CA રાજેશ અગ્રવાલને બે લાખ રૂપિયા ખાનગી નાણાં આપી જમાનત આપી દીધાં અને કહ્યું કે એમને કસ્ટડીમાં રાખીને કોઇ જ ફાયદો નથી. અગ્રવાલે રાહત માંગતા દાવો કર્યો કે તે ન્યાયિક કસ્ટડીમાં છે અને એમને કસ્ટડીમાં લઇ પૂછતાઝની કોઇ જ જરૂર નથી. સુનાવણી દરમિયાન લોક અભિયોજક નીતીશ રાણાએ જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે તપાસ હજી પણ શરૂ છે અને આરોપીને જામીન પર છોડી દેવો એ અત્યારે બરાબર સમય નથી. એમણે અદાલતને કહ્યું કે મામલો પ્રથમ ચરણમાં છે અને જો આરોપીનાં જામીન મંજૂર કરી દેવામાં આવે તો આરોપી પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. EDનાં અનુસાર અગ્રવાલ શંકાસ્પદ કરચોરીને લઇ તપાસ હેઠળ ચાલી રહેલ મીસા ભારતીથી કથિત રૂપથી સંબંધિત એક પેઢીની લેવડદેવડ સાથે જોડાયેલ છે. મામલો એ સમયે સામે આવ્યો હતો જ્યારે EDએ આ વર્ષમાં ફેબ્રુઆરીમાં મની લોન્ડરિંગની રોકથામ કાનૂનનાં આધારે એક ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

2 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

5 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

11 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

20 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

26 mins ago

Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે બજારમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત દેખાઇ રહી છે. આ લખાઇ…

36 mins ago