Categories: Gujarat

૨૫થી વધુ મોબાઇલ તપાસ્યાને ઇડીના અધિકારીઓના વચેટિયાઓનો પર્દાફાશ થયો

અમદાવાદ: દિલ્હી સીબીઆઇના અધિકારીઓએ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હજારો કરોડ રૂપિયાના હવાલા કૌભાંડ અને ક્રિકેટ સટ્ટાકાંડમાં અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)માં ફરજ બજાવતા આઇઆરએસ ક્લાસ-વન અધિકારી અને ગુજરાતના તત્કાલિન જોઇન્ટ ડાયરેક્ટર જે. પી. સિંગ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પી. એસ. શ્રીનિવાસન અને સંજયકુમાર વિરુદ્ધ કરોડો રૂપિયાની લાંચ માગવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં સીબીઆઇએ એક વર્ષ પછી ઇડીના અધિકારીઓને કરોડો રૂપિયાની લાંચ પહોંચાડનાર ત્રણ વચેટિયાઓની ધરપકડ કરી છે. ટૂંકમાં ત્રણેય અધિકારીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. તેમની ધરપકડ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી હોવાનું સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે.

૫૦ હજાર કરોડ સુધી પહોંચેલા ચકચારભર્યા હવાલા કૌભાંડ અને સટ્ટાબેટિંગ કેસમાં આરોપીઓની તરફેણ કરવા માટે ઇડીના અધિકારીઓ દ્રારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદના પગલે સીબીઅાઈઅે આશ્રમરોડ પર જૂની રિઝર્વ બેન્કની બાજુમાં આવેલી નાનાલાલ ચેમ્બરના ત્રીજા માળે ઇડી ઓફિસમાં ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં દરોડા પાડયા હતા.

ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર જે. પી. સિંગ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજયકુમાર અને પી. એસ. શ્રીનિવાસનને વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઇના અધિકારીઓએ ત્રણેય અધિકારીઓના નિવાસ સ્થાને પણ દરોડા પાડયા હતા. જેમાં સીબીઆઇએ ક્રિકેટ સટ્ટાના દસ્તાવેજો, હવાલા કૌભાંડના દસ્તાવેજો પેનડ્રાઇવ, રોકડ, મોબઇલ ફોન કમ્પ્યૂટર હાર્ડડિસ્ક જપ્ત કરી હતી.

છેલ્લા એક વર્ષથી તપાસ કરી રહેલી સીબીઆઇએ પોતાની હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટા સહિત મુબઇ અને દિલ્હીના બુકીઓના 50 કરતા વધુ પરિવારને સીબીઆઇએ સમન્સ ઇસ્યુ કરીને પૂછપરછ કરી હતી. આ સિવાય ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા મુંબઇના અનિલ જયસંધાણીએ સીબીઆઇ સમક્ષ કબૂલાતમાં જણાવ્યું છે કે કેસમાં ખોટો ફસાયો છે મારી પાસે ઇડીના અધિકારીઓએ લાંચ માગી હતી જે આપવાનો ઇન્કાર છે.

સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ પાસેથી કબજે કરેલા દસ્તાવેજોની તપાસ કરતાં 25 કરતા વધુ શંકાસ્પદ મોબાઇલ નંબરો મળ્યા હતા જેમાં આ મોબાઇલ નંબરોની તમામ વિગતો જોતાં સટ્ટા બેટિંગ કરતાં અમદાવાદના જયેશ ઠક્કર, મુંબઇના સોનુ ઝાલન અને દિલ્હીના જે.કે.અરોરાએ ઇડીના અધિકારીઓને લાંચ આપી હોવાનો ધટસ્ફોટ થયો હતો. જેમાં સીબીઆઇએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

divyesh

Recent Posts

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

8 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

12 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

16 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

22 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

45 mins ago

પીટર મુખરજી સાથે છૂટાછેડાના બદલે ઈન્દ્રાણીએ જ્વેલરી અને ફર્નિચર માગ્યાં

મુંબઇ: હાઇપ્રોફાઇલ શીના બોરા હત્યાકાંડમાં જેલની સજા ભોગવી રહેલાં પતિ-પત્ની પીટર મુખરજી અને ઇન્દ્રાણીએ આખરે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી…

50 mins ago