પર્યાવરણને બચાવવા બે દીકરીઓનો ભગીરથ પ્રયાસ, POPની નહીં, અપનાવો ઇકો ફ્રેન્ડલી મુર્તિ

સુરતઃ અમે તો સુધરી ગયા પણ તમે ક્યારે શરૂઆત કરશોની મુહીમ સાથે સુરતની બે મહિલાઓએ સભ્ય સમાજને સુંદર મેસેજ આપ્યો છે. વાત ગણેશ ચતુર્થીની છે. ઘરે-ઘરે દેવા ગણેશની મુર્તિઓ બિરાજમાન થઈ રહી છે તેવામાં સુર્યપુત્રી તાપી નદીને શુદ્ધ કરવાની ઝુંબેશ બે દિકરીઓએ ઉઠાવી છે.

હાલમાં કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ પાછળ નથી. સુરતની આ બે મહીલાઓએ ફરી એક વખત સાર્થક કરી નાખી છે. ગણેશ ચતુર્થી પૂર્વે સુંદર મજાની અવનવી મુર્તિઓ આ બે દિકરીઓએ બનાવી છે. આ મુર્તિની ખાસ વિશેષતા તો એ છે કે આ તમામ મુર્તિઓ ઈકો ફ્રેન્ડલી છે. સુરત વાસીઓએ પણ આ બંને દિકરીઓની કળાને બિરદાવી છે અને તાપી નદીને પ્રદૂષિત નહીં કરવાની મુહીમ ઉઠાવી છે.

અહીં તમામ પ્રતિમાઓ પેપર અને માટીની કરામતથી તૈયાર થઈ છે. 9 વર્ષ પહેલા સોનિયાબેને ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ બનાવવાની શરૂઆત કરી હતી. જેની પ્રેરણા તેમને પ્રદૂષિત થઈ રહેલી તાપી નદીને જોતાં મળે તેવી હતી. માત્ર 200 મુર્તિઓથી કરેલી શરૂઆતને સારો પ્રતિદાસ મળતાં આજે તેમની દુકાનમાં 1200થી વધુ ગણેશજીની મૃર્તીઓ સ્ટોકમાં છે. આ ઉપરાંત 4 પુરૂષ અને અન્ય 3 મહિલાઓને પણ તેઓ રોજગારી આપી રહ્યાં છે કે જે સરાહનીય છે.

કાગળથી બનાવવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું વજન ખૂબ જ ઓછું હોય છે. તેથી સહેલાઈથી નાના બાળકો પણ તેમને ઉંચકી શકે છે. આ સિવાય હીરાજડિત મૂર્તિઓ પણ અહીં બનાવવામાં છે. આ મુર્તિઓની ખાસ વિશેષતા એ છે કે 3 ફૂટ સુધીની જ પ્રતિમા અહીં બનાવવામાં આવે છે. સુરત સહીત અન્ય શહેરોમાં પણ હવે ધીમે ઘીમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે. જે ખૂબ જ સારી વાત છે. પણ આનો અમલ 100 ટકા થાય તે પર્યાવરણ અને જીવ સૃષ્ટિ માટે ખુબ જ જરૂરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

4 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

4 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

5 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

5 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

6 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

7 hours ago