EC જલ્દી લાવશે નવા EVM, છેડછાડ થવા પર કરી દેશે કામ બંધ

નવી દિલ્હી: ચૂંટણી પંચ એવી આધુનિક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવાની તૈયારીમાં છે જે એની સાથે છેડછાડના પ્રયત્નો પર કામ બંધ કરી દેશે. આવું પગલું એક એવા સમયે ઊઠાવવામાં આવી રહ્યું છે જ્યારે કોઇ દળ હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમ સાથે છેડછાડનો આરોપ લગાવી ચૂક્યા છે.

‘એમ 3’ પ્રકારની ઇવેએમ મશીનોની યથાર્થતાના પ્રમાણન માટે એક ‘સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ’ લાગેલી છે. આ મશીનો આપસમાં સર્ટિફિકેશન પ્રણાલી સાથે આવશે. માત્ર એક સાચું ઇવીએમ જ ક્ષેત્રના અન્ય ઇવીએમની સાથે સંવાદ કરી શકે છે. આનું નિર્માણ પરમાણુ ઊર્જા પીએસયૂ ઇસીઆઇએલ અથવા રક્ષા ક્ષેત્રની પીએસયૂ બીઇએલ દ્વારા થયેલુ હોવું જોઇએ. કોઇ પણ અન્ય કંપની દ્વારા બનાવવામાં આવેલી ઇવીએમ અન્ય મશીનો સાથે સંવાદ કરી શકશે નહીં.

આવી રીતે ખોટા મશીનનો પર્દાફાશ થઇ જશે. વિધિ મંત્રાલયે ચૂંટણી કમિશન તરફથી સંસદને ઉપલબ્ધ કરાવનારી જાણકારીના હવાલા પરથી કહ્યું કે નવા મશીન ખરીદવા માટે લગભગ 1940 કરોડ રૂપિયા માલભાડું અને કરનો વધારે ખર્ચ આવશે. આ મશીનો લર્ષ 2018માં એટલે કે આગળની લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા આવી શકે છે. ચૂંઠણી કમિશનએ વર્ષ 2006 પહેલા ખરીદવામાં આવેલા 9,30,430 ઇવીએમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે જૂના મશીનોનો 15 વર્ષનો જીવનકાળ પૂરો થઇ ગયો છે.

http://sambhaavnews.com/

You might also like